ગુજરાત રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. લોકોને પોતાની જીવનમાં આવતી નાની મોટી સમસ્યાઓ નો સામનો કરવાને બદલે પોતાનું જીવન ટૂંકાવી લેવાનું નક્કી કરે છે. હાલ એવી જ એક ઘટના ગુજરાત રાજ્યના સુરત શહેરમાંથી સામે આવે છે. સુરતમાં ફર્નિચરના વેપારીએ આપઘાત કરી લીધો છે.
ફર્નિચરના વેપારીએ આપઘાત પહેલા એક વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોમાં વેપારી રાજસ્થાની ભાષામાં પરિવાર જનો પાસે માફી માંગી રહ્યો છે. વેપારીએ પૈસા માટેના અસહ્ય ત્રાસથી કંટાળી આપઘાતનું પગલું ભર્યું હતું. મૃત વેપારીએ એક સુસાઇડ નોટ પણ લખી હોવાનું સામે આવ્યું છે.
સુસાઇડ નોટમાં વેપારીએ 5% વ્યાજનો ઉલ્લેખ કર્યો હતો. પોલસે સુસાઇડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે. પૈસા માટેનો ત્રાસ મૃતકના બનેવી દ્વારા પણ કરવામાં આવ્યો હતો તેવું સામે આવ્યું છે. સુરત આવેલા ભેસ્તાન ગાર્ડનની સામે આશારામનગરમાં રહેતા હિરેનભાઇ ગોપાલભાઇ પાઘડાળના ભાઈ ઉદય સાથે ઉધનામાં શ્રીજી પ્લાસ્ટીકના નામે પ્લાસ્ટીકના સામાનનો હોલસેલનો વેપાર કરતા હતા.
હોલસેલના વેપારીએ સામાન મુકવા માટે ઉધના રોડ નં.8 જીવરાજ ચાની ગલીમાં ખાતા નં.116 માં ગોડાઉન ભાડે લીધું હતું. 16 તારીખે હિરેનભાઈ અમદાવાદમાં યોજાઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવાકાર્યમાં હાજર રહ્યા હતા. ત્યારે તેમની પત્ની પારુલે ફોન કરીને જણાવ્યું કે, તેમના ભાઈ ઉદય વહેલી સવારથી ગોડાઉન ઉપર ગયો છે અને ફોન ઉપાડતો નથી.
ત્યાર બાદ હિરેનભાઈએ અવારનવાર ફોન કર્યા પણ ઉદયએ એક પણ ફોન નો જવાબ ન આપ્યો. ત્યારે હિરેનભાઈએ તેમના મિત્ર મિતુલને ગોડાઉન ઉપર જવાનું કહ્યું હતું. મિતુલ એ ગોડાઉન પર જઈને જોયું તો ગોડાઉનું શટલ અંદરથી બંધ હતું અને ત્યારે મિતુલે આજુબાજુના લોકોને બોલાવ્યા અને બધાએ મળીને શટર ખોલ્યું અને જોયું તો છત સાથે દોરી બાંધીને ઉદય લટકતો જોવા મળ્યો હતો અને ત્યારે ત્યાં મોજુદ લોકોએ તરત જ પોલીસને જાણ કરે અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસે ઉદયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર બાદ હિરેનભાઈ સુરત દોડી આવ્યા ને ઉદયની અંતિમવિધિ કરી હતી. પોલીસને શોધખોળ દરમિયાન ગોડાઉનમાં એક થેલીમાંથી નાની બીલબુકના પાનામાં લાલ બોલપેનથી ગુજરાતીમાં લખેલી એક સુસાઈડ નોટ પણ મળી હતી.
સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ગૌતમ મુંબઈમાં 25 લાખ જેવી રકમ ન આપતા હું ફસાઈ ગયો છું, એટલે આ કરું છું. લિ.ઉદય. પોલીસે જણાવ્યું કે, મુંબઈના વેપારી ગૌતમભાઇ પ્રવીણભાઇ પાસેથી બંને ભાઈઓએ ઓગષ્ટ મહિનાથી જે માલ આપ્યો હતો અને માલ ખરીદવા એડવાન્સ આપ્યા હતા તે બધા થઇ ને કુલ રૂ.25 લાખ હતા. તે સમય સર ના ચૂકવી શક્યો અને વાયદા કરતો હતો. તેમને ખુબ જ દેવું થઈ ગયું. ઉધના પોલીસે આ હકીકતના આધારે હિરેનભાઈની ફરિયાદના આધારે ગૌતમ ચૌહાણ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.