રાજસ્થાન (Rajasthan) માં આવેલા જયપુર (Jaipur) શહેર માંથી એક ખુબજ દુઃખત ઘટના સામે આવી છે. જયપુરમાં ત્રણ યુવકોએ એક મિત્રની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હત્યા કર્યા બાદ તેઓ મૃતદેહને સોસાયટીમાં મૂકીને ભાગી ગયા હતા. આ સમગ્ર મામલો શાસ્ત્રીનગર વિસ્તારનો 22 ફેબ્રુઆરીનો છે. તેનો વીડિયો 6 એપ્રિલે સામે આવ્યો હતો. વીડિયોમાં યુવક લાશને બહાર ફેંકતો જોવા મળી રહ્યો છે. સોમવારે યુવકના ભાઈએ તેના મિત્રો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે શિવાજી નગર શાસ્ત્રી નગરના રહેવાસી વિજય શર્મા (ઉંમર વર્ષ 38) એ ફરિયાદ નોંધાવી છે. તેના ભાઈ અજય શર્મા (ઉંમર વર્ષ 32)ની હત્યા કરવામાં આવી છે. રિપોર્ટમાં અજયના મિત્રો મુકેશ ઉર્ફે સંવરમલ શર્મા (ઉંમર વર્ષ 32), સાકીર (ઉંમર વર્ષ 32) અને કુણાલ ધાનકા (ઉંમર વર્ષ 22) પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્રણેય શાસ્ત્રીનગરના જ રહેવાસી છે.
મૃતકના ભાઈ વિજય શર્માએ જણાવ્યું કે અજય બેંકમાંથી ફાઈનાન્સ કરવાનું કાર્ય કરતો હતો. અજય કમિશનના પૈસા ત્રણેય પર ખર્ચતો હતો. ક્યારેક પૈસા આપવાની ના પાડતા ત્રણેય તેમની સાથે દુર્વ્યવહાર કરતો હતો. વિજય શર્માએ વધુ વાત કરતા કહ્યું કે અજય 22 ફેબ્રુઆરીના રોજ સાંજે લગભગ 6.30 વાગ્યે ઘરે આવ્યો હતો. ભોજન કર્યા પછી મંદિર આગળ જઈને બેઠા હતા. આ પછી ત્રણેય આરોપીઓ અજયને પોતાની સાથે કુણાલના ઘરે લઈ ગયા. લગભગ 3 કલાક બાદ તેની લાશ સોસાયટીના રોડ પર પડી હતી.
સોસાયટીના લોકોની સૂચના પર તે પાડોશી નંદકિશોર અગ્રવાલ સાથે કુણાલના ઘર પાસે પહોંચ્યો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે અજયને ઈ-રિક્ષામાં ઘરે મોકલી દેવાયો હતો. હું ઘરે ગયો ત્યારે અજય કંઈ બોલતો નહોતો. શરીર પર વાગ્યાના નિશાન હતા. તેને તાત્કાલિક કવાંટિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. 23 ફેબ્રુઆરીએ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું અને મૃતદેહ સંબંધીઓને સોંપ્યો હતો.
વિજય શર્માએ જણાવ્યું કે, પોલીસને હત્યાની શંકાના આધારે કેસ નોંધવાનું પણ કહેવામાં આવ્યું હતું, પોલીસે કેસ નોંધ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ શ્વાસ રૂંધાવાને કારણે થયું હતું. આખરે 6 એપ્રિલે ઘટના સ્થળની નજીક લગાવેલા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. આ જોઈને બધું જ સામે આવ્યું.
સીસીટીવી ફૂટેજમાં 22 ફેબ્રુઆરીએ સાંજે 7.57 કલાકે ત્રણેય આરોપીઓ મિત્ર અજય સાથે કુણાલના ઘરે જતા જોવા મળે છે. રાત્રે 8.52 કલાકે મુકેશ ઘરની બહાર આવ્યો અને ઝડપથી ચાલતો જોવા મળ્યો. રાત્રે 8.54 વાગ્યે, કુણાલ અને સાકીર અજયને મોઢું ઢાંકીને સોસાયટીના રોડ પર લઈ જતા જોવા મળે છે. સોસાયટીના રોડ પર એક ઘરની બહાર મૃતદેહ મૂકીને કુણાલ ત્યાંથી ભાગતો જોવા મળે છે. આ પછી મૃતદેહ જોઈને સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા.
વિજયએ કહ્યું કે ભાઈના ખિસ્સામાંથી મોબાઈલ, આધાર કાર્ડ અને એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. તેના ખિસ્સામાં રાખેલા લગભગ 20 હજાર રૂપિયા પણ ગાયબ હતા. સીસીટીવી મળ્યા બાદ સોમવારે કેસ નોંધવામાં આવ્યો હતો. SHO વિનોદ કુમારે કહ્યું- અજયના મોત બાદ કેસ નોંધીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મૃત્યુ સમયે મળી આવેલી વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી હતી. જેને તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.