સુરત પોલીસ અવારનવાર ચર્ચાનો વિષય બનતી આવી છે. આ પહેલા પણ સુરત પોલીસ ઘણા વિવાદોમાં સપડાયેલી હતી. પોલીસનું કામ લોની રક્ષા કરવાનું હોય છે અને આ ફરજ ભૂલી લોકોને જ લુટે છે અને લોકો સામે ગુંડાઓની જેમ દાદાગીરી બતાવે છે. આવી ઘટના કોઈ નવી નથી, પાછલા કેટલાય સમયથી આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. અને હાલ પણ એવો જ એક વિડીયો વાયરલ થયો છે.
સોસીયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયેલો આ વિડીયો સુરત શહેરનો છે. સહારા દરવાજા પાસેનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક ટ્રાફિક બ્રિગેડની ખુલેઆમ લુંટનો વિડીયો વાયરલ થયો છે. આ ટ્રાફિક પોલીસ વિડીયોમાં સાફ સાફ દેખાઈ એમ બાઈક ચાલક સામે દાદાગીરી કરી રહ્યો છે અને હરામના રૂપિયા ભેગા કરતો નજરે ચડ્યો છે. વિડીયો અનુસાર બે TRB જવાનો જવાન કેવી રીતે વાહન ચાલકો ની ગાડી ની ચાવી કાઢી તેને બળજબરી બાઈક પર થી ઉતારી તેની સાથે દાદાગીરી કરી રહ્યા છે જેનો વિડીયો દુર રહેલા કોઈ વ્યક્તિએ ઉતારી લીધો છે અને સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
સાથે-સાથે વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે યુવક સાથેની બોલાચાલીમાં એક બીજા બાઈક ચાલકને રોકી તેની પાસે દંડના નામે તોડ કરી રહ્યાનું આ વિડીયોમાં સામે આવ્યું છે. એકતરફ કોરોના ના કારણે લોકોના હાલ બેહાલ થયા છે. લોકો દિવસેને દિવસે બેરોજગાર બની રહ્યા છે. અને આવા સમયમાં જો રક્ષક કહેવાતા પોલીસ જ આવા કાંડ કરશે તો સામાન્ય જનતા કેવી રીતે સુરક્ષિત રહી શકશે.
લોકોના કામ ધંધા બંધ છે અને આવા TRB જવાનો લોકો પાસે મોટા મોટા તોડ કરી જનતાને હેરાન પરેશાન કરી રહ્યા છે. શું સુરતના નવા પોલીસ કમિશનર આવા ટોડ બાઝ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી કોઈ દાખલો બેસાડશે તે જોવાનું હવે બાકી રહ્યું છે. આવા તોડબાજ જવાનો વિરુદ્ધ જો કડકપણે કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો આવા કેટલાય તોડબાજો શહેરના ખૂણે ખૂણેથી નીકળી આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP