ધ્રુજાવી દેતો અકસ્માત… વિફરેલા સાંઢ માફક ટ્રકે માણસો અને વાહનોને કીડી-મકોડાની જેમ કચડ્યા- હિંમતવાળા જ જોજો વિડીયો

મંડલા જિલ્લામાં NH-30 પર બિચિયા નગરમાં એક અનિયંત્રિત ટ્રકે પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 12 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી…

મંડલા જિલ્લામાં NH-30 પર બિચિયા નગરમાં એક અનિયંત્રિત ટ્રકે પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 12 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી દોઢ મહિનાના બાળક સહિત 4ની હાલત ખુબજ ગંભીર છે. નાના બાળકને જબલપુર મેડિકલ કોલેજ અને અન્ય બેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઘાયલોમાં પાંચ SAF જવાનો પણ સામેલ છે. જેમાંથી એક ગુડ્ડુલાલ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘટના એમ હતી કે રાયપુરથી લાકડા ભરેલી ટ્રક આવી રહ્યો હતો. બિછીયા નગરમાં આવ્યા બાદ તેની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ટ્રકે પહેલા SAF વાહનને ટક્કર મારી હતી, જેના કારણે તે પલટી ગઈ હતી. આ પછી, ટ્રકે 10 થી વધુ બાઇકો, ઓટો અને રસ્તા પર પાર્ક કરેલા અન્ય વાહનોને ટક્કર મારી હતી.

લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા હતા.ગંભીર રીતે ઈજાગ્રસ્તો સિવાય અન્ય ઈજાગ્રસ્તોને બિચીયા આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો.

જે બાદ એસડીએમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને શાંત કર્યા. ટ્રકની ટક્કર બાદ કેટલીક બાઇક પણ તેમાં ફસાઇ ગઇ હતી. લોકો ટ્રક રોકવા દોડી આવ્યા હતા. બિચિયા પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 4 લોકોની હાલત ખુબજ ગંભીર છે.

ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોના નામ શિવાંશ મારવી (દોઢ માસ) (માતાનું નામ- અનિતા મારવી), અશોક તારામ, મનીષ યાદવ, કુદ્દુ લાલ પટેલ છે. હાલ પોલીસે પોલીસે ટ્રક ચાલકને કસ્ટડીમાં લીધો છે. અકસ્માતમાં ઘાયલ સ્થાનિક નાગરિકનું કહેવું છે કે, બિચીયા શહેરમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે.

અહીં ટ્રાફિક અસ્તવ્યસ્ત છે. આજે બપોરના સમયે પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે કાર, ઓટો, બાઇક અને સ્કુટીને કચડી નાંખી અડધો કિલોમીટર દૂર સુધી ખેંચી હતી. ટ્રકની ટક્કર બાદ એક ઓટો દુકાનમાં ઘુસી ગઈ હતી. આ ઘટનામાં દુકાન માલિકના હાથને ઈજા થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *