Hot Air Balloon Mexico: મેક્સિકો સિટી નજીક સ્થિત ટિઓતિહુઆકનના પુરાતત્વીય સ્થળને જોવા માટે હોટ એર બલૂન પર સવાર લોકો શનિવારે એક ભયાનક અકસ્માતનો ભોગ બન્યા હતા. બલૂન હવામાં ઉડી રહ્યું હતું, આ દરમિયાન તેમાં આગ(Balloon fire) લાગી હતી. ઘટનાનો લાઈવ વીડિયો(Balloon fire Video) સામે આવ્યો છે.
Mexico 🇲🇽
! Breaking news!🚨🚨
Saturday, April 01, 2023, in the morning hours.
a hot air balloon catches fire and collapses in Teotihuacan, 2 people are reportedly dead.
The events occurred this morning in the vicinity of the Pyramid of the Sun and the area was cordoned off. pic.twitter.com/DlzJdv2oHH
— Lenar (@Lerpc75) April 1, 2023
વીડિયોમાં જોઈ શકાય છે કે વાદળી અને સફેદ રંગનો બલૂન હવામાં ઉડી રહ્યું છે. બલૂનની નીચેનો ભાગ (જેમાં લોકો હવામાં ઉડે છે) આગ લાગે છે. જ્યારે આગ ભભૂકી ઉઠે છે, ત્યારે નીચેના ભાગમાં સવાર મુસાફરો નીચે કૂદી પડે છે. જેમ જેમ આગ વિકરાળ રૂપ ધારણ કરતી જાય છે તેમ, બલૂન ઉપર જવા લાગે છે. સમગ્ર ઘટનાને લઈને અંદર રહેલા લોકો બચાવ બચાવની બુમો પાડી રહ્યા છે.
આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. એક બાળક ઘાયલ છે. તેને ગંભીર ઇજાઓ થઇ છે. મૃતકોની ઓળખ 39 વર્ષીય મહિલા અને 50 વર્ષીય પુરુષ તરીકે થઈ છે. તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઈજાગ્રસ્ત બાળક સગીર છે. તેના જમણા ફેમરમાં પણ ફ્રેક્ચર થયું છે. બલૂન પર અન્ય કોઈ મુસાફરો હતા કે કેમ તે જણાવવામાં આવ્યું ન હતું.
નોંધપાત્ર રીતે, મેક્સિકો સિટી શહેરની નજીક ટિયોતિહુઆકન નામનું વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. તે સૂર્ય અને ચંદ્રના પિરામિડ અને એવન્યુ ઓફ ડેડ માટે પ્રખ્યાત છે. ટિયોતિહુઆકનની સાચી ભવ્યતા હવામાં તરતી જોઈ શકાય છે. આ માટે, ઘણા ઓપરેટરો અહીં બલૂન ફ્લાઇટ્સ ઓફર કરે છે. બલૂન દ્વારા 70 કિલોમીટરની મુસાફરી માટે વ્યક્તિ દીઠ લગભગ $150નું ભાડું ચૂકવવું પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.