રાજયકક્ષાના મંત્રીના દીકરાએ જાહેરમાં જ ફાયરિંગ કર્યું, તેમછતાં કોઈ કાર્યવાહી ન થઇ! જુઓ LIVE વિડીયો

ભાવનગર(ગુજરાત): હાલમાં રાજ્યના મંત્રીના પુત્રનો ફાયરિંગ(Firing) કરતો વીડિયો વાયરલ થતા અનેક ચર્ચાઓ ઉભી થઇ છે. ભાવનગર(Bhavnagar)ના મહુવા(Mahuva)ના ધારાસભ્ય અને મંત્રી આર.સી.મકવાણા(R.C. Makwana)ના પુત્ર અમિત મકવાણા(Amit Makwana)નો સિક્યુરીટી ગાર્ડ(Security guard)ના હથિયારથી હવામાં ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત(Gujarat)માં હવામાં ફાયરિંગ કરવુ ગુનો ગણાય છે. આ અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મંત્રીના પુત્ર વિરુદ્ધ આ મામલાએ સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે. આ વિડીયો સાચો છે કે કેમ તે અંગે મહુવા ડીવાયએસપી જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ અંગે તપાસ કરી સવારે જણાવવામાં આવશે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, અમિત મકવાણા તેના પિતાના સિક્યુરિટી ગાર્ડની બંદૂક લઈને હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. તેનો આખો ચહેરો પણ દેખાઈ રહ્યો છે. લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, સામાન્ય માણસ પર ફાયરીંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે છે તો મંત્રીના પુત્રને સજા થશે કે નહી.

થોડા દિવસ પહેલા પણ આંગલેશ્વરમાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં કાપોદ્રા વિસ્તારમાં રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના, અખિલ ભારતીય સંત સમિતિ અને ત્રિશિકુલ ગોધામ દ્વારા આયોજિત શાકોત્સવ કાર્યક્રમમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં સ્થાનિક લોકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ પ્રસંગે અહીં નોટોનો વરસાદ પણ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *