પાકિસ્તાની ખેલાડીએ મેચ પહેલા કર્યો મોટો ખુલાસો- ‘હું જ્યાં જાઉં ત્યાં લોકો કોહલી… કોહલી…’

virat kohli and haris rauf meeting: વિરાટ કોહલીએ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે શાનદાર ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.…

virat kohli and haris rauf meeting: વિરાટ કોહલીએ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે શાનદાર ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. વિરાટની આ ઇનિંગ ત્યારે આવી જ્યારે પાકિસ્તાનની ટીમ જીત તરફ આગળ વધી રહી હતી. તેની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી, પરંતુ વિરાટનું બેટ એવું હતું કે, પાકિસ્તાનનું જોરદાર બોલિંગ આક્રમણ જોતું રહ્યું અને ભારત જીતી ગયું. આ ઇનિંગની યાદો આજે પણ પાકિસ્તાનના ખેલાદોમાં ડરનોઈ માહોલ ઉભો કરી રહ્યો છે.(virat kohli and haris rauf meeting)

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શરુ થાય તે પહેલા તમામની નજર વિરાટ કોહલી પર છે. છેલ્લા 12-13 વર્ષોમાં જ્યારે પણ આ બંને ટીમો ટકરાયા છે, ત્યારે મોટા ભાગની મેચમાં સ્ટાર ભારતીય બેટ્સમેને પોતાની પ્રતિભા બતાવી છે. એશિયા કપથી લઈને ODI અને T20 વર્લ્ડ કપ સુધી કોહલીનું બેટ પાકિસ્તાન સામે રનોનો વરસાદ કરી રહ્યું છે. ત્યારે હવે એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાનની મેચ યોજાય છે ત્યારે લોકોને કોહલી પાસેથી અપેક્ષાઓ રહેશે. એવી અપેક્ષા રાખવામાં આવશે કે, કોહલી પાકિસ્તાન માટે તે જ કરશે જે તેણે ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં કર્યું હતું, જેની યાદો હજી પણ પાકિસ્તાની બોલરને આવે છે અને તેને દરેક જગ્યાએ ‘કોહલી-કોહલી’ સાંભળવું પડે છે.

અમે તમને આગળ જણાવીશું કે, આ બોલર કોણ છે અને તેને આવું કેમ કહેવું પડ્યું. પહેલા અમે તમને જણાવીએ કે, આવું ક્યારે બન્યું? ભારત અને પાકિસ્તાનની ટીમો શ્રીલંકાના કેન્ડીમાં છે, જ્યાં એશિયા કપ 2023ની મેચ આજે બપોરે 3 વાગ્યે બંને ટીમો વચ્ચે રમાવાની છે. આ મેચના એક દિવસ પહેલા એટલે કે, શુક્રવાર 1 સપ્ટેમ્બરના રોજ બંને ટીમોએ પલ્લેકેલે સ્ટેડિયમમાં એક જ સમયે પ્રેક્ટિસ કરી હતી. આ પ્રેક્ટિસ સેશન દરમિયાન જ બંને ટીમના ખેલાડીઓ એકબીજાને મળ્યા અને થોડીવાર બને વચ્ચે વાતચિત થઇ હતી.

રઉફે કોહલીને જોતાની સાથે જ કહ્યું…
પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફને જોયો તો બંને એકબીજાને મળવા આગળ વધ્યા. કોહલીને આવતા જોઈને પાકિસ્તાની પેસરે સીધું જ કહ્યું કે, હું જ્યાં જાઉં ત્યાં લોકો કોહલી… કોહલી…’ ની બૂમો પાડવા લાગે છે. આ સાંભળીને કોહલી પણ હસી પડ્યો અને હાથ મિલાવ્યા બાદ તેને ગળે લગાવ્યો હતો.

હવે જેને ભારત અને પાકિસ્તાન વચ્ચેની છેલ્લી મેચ યાદ હશે તે કોહલી અને હરિસ રઉફ વચ્ચેની ટક્કર ભૂલી શકશે નહીં. ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં મેલબોર્નમાં ભારત-પાકિસ્તાન મેચમાં કોહલીએ 19મી ઓવરમાં રઉફના પાંચમા અને છઠ્ઠા બોલ પર સતત સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરી હતી અને પછી મેચ જીતી લીધી હતી. રઉફે આ સંદર્ભમાં જ આનો ઉલ્લેખ કર્યો હતો. રઉફે એમ પણ કહ્યું કે, તેને ઓસ્ટ્રેલિયામાં કોહલીના તે બે છગ્ગા હજુ પણ યાદ છે. આ પછી બંનેએ ફિટનેસ અને ODI ક્રિકેટ વિશે વાત કરી.

રોહિત-બાબરે પણ કરી ખાસ મુલાકાત 
માત્ર કોહલી અને રઉફ જ નહીં પરંતુ બંને ટીમના કેપ્ટન પણ મળ્યા અને કેટલીક વાતો પણ થઈ. પ્રેક્ટિસ બાદ પરત ફરતી વખતે ભારતીય કેપ્ટન રોહિત પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ અને ઓપનર ઈમામ ઉલ હકને મળ્યો હતો. રોહિતે બંનેની ખબર-અંતર પૂછ્યું, જ્યારે બાબરે ‘ભાભી અને દીકરી’ (રોહિતની પત્ની અને દીકરી)ની હાલત પૂછી. ઇમામનો પણ આ જ સવાલ હતો, જેના પર રોહિતે કહ્યું કે, તે બંને એશિયા કપ માટે અહીં આવી શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *