ઇતિહાસમાં વિદેશમાં હિંદુ ધર્મનો સૌથી વધુ પ્રસાર કરનાર સંપ્રદાય એટલે સ્વામિનારાયણ, જાણો શા માટે વિરોધીઓને વાંધો છે

સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારો. સાચા અર્થમાં સનાતની થાય તોય ઘણું હું સ્વામિનારાયણ (Swaminarayan Sampraday) સંપ્રદાયનો આશ્રિત નથી. પરંતુ ધર્મપ્રેમી સામાન્ય માણસ છું. હનુમાનજીના વિવાદમાં…

સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારો. સાચા અર્થમાં સનાતની થાય તોય ઘણું હું સ્વામિનારાયણ (Swaminarayan Sampraday) સંપ્રદાયનો આશ્રિત નથી. પરંતુ ધર્મપ્રેમી સામાન્ય માણસ છું. હનુમાનજીના વિવાદમાં હમણાં ઘણા સનાતન ધર્મના ઠેકેદારો બની વચ્યે કૂદી પડ્યા છે. સનાતન ધર્મ એટલે શુદ્ધ આચાર, વિચાર, આહાર, વિહાર, ભક્તિ, ઉપાસના.

સનાતન ધર્મ શું છે ?

1. શું દારૂ પીવો, ગુટકા-પાનમસાલા ખાવા, તે સનાતન ધર્મ છે?

2. શું ગણપતિ ઉત્સવમાં ભક્તિના ઓઠા હેઠળ DJ પર ફિલ્મોના ગાયનો વગાડી દારૂ ઢીંચી નાચવું તે સનાતન ધર્મ છે?

3. શું શિવરાત્રી પર ભાંગ ઢીંચવી તે સનાતન ધર્મ છે?

4. શું નવરાત્રીમાં માતાજીની મૂર્તિને હાંસિયામાં ધકેલી પારકા ભાયડા અને બૈરાઓએ ભેગા થઇ નાચી પ્રગટ માતાજીઓની ઉપાસના કરવી તે સનાતન ધર્મ છે? (ગુજરાતમાં નવરાત્રી ઉત્સવ પછી સૌથી વધુ ગર્ભપાત થાય છે)

5. શું જન્માષ્ટમી પર્વ પર જુગાર રમવો તે સનાતન ધર્મ છે?

6. શું ભાદરવી પૂનમે અંબાજી માતાના દર્શને દારૂ ઢીંચતા પદયાત્રા કરીને જવું તે સનાતન ધર્મ છે? (સર્વેક્ષણ મુજબ ભાદરવી પૂનમના આગલા દિવસોમાં જ ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે.)

7. શું સત્યનારાયણની કથામાં મફત બીડીના ઠૂંઠા પીવા, શીરાનો પ્રસાદ આરોગવો, બાપના બગીચામાં બેઠા હોય તેમ ફળિયામાં ખાટલા ઢાળી બેસવું તે સનાતન ધર્મ છે? ( 90% લોકોને સત્યનારાયણ ભગવાન વિશે ખબર જ નથી હોતી, જાણવું પણ નથી, લેવાદેવા જ નથી.)

8. શું રાતભર ચાલતા ‘સંતવાણી’ના નામે ભજનના કાર્યક્રમોમાં દારૂ ઢીંચીને ગાતા કલાકારોના તાલે નાચવું, ગાદલા-ઓશિકા પર સૂતા-સૂતા બીડીના ઠૂંઠા પીને નિશાચરની જેમ રાત પસાર કરવી તે સનાતન ધર્મ છે?

9. શું ઈંડા- આમલેટ ખાવા, માંસાહાર કરવો તે સનાતન ધર્મ છે?

10. શું TV, ફિલ્મો કે મોબાઈલ દ્વારા અશ્લિલ ચલચિત્રો જોવા તે સનાતન ધર્મ છે?

11. શું નોકરી-ધંધા-વ્યવહારમાં લાંચ-રીશ્વત લેવી, દગા-પ્રપંચ કરી લોકોને છેતરવા તે સનાતન ધર્મ છે?

12. શું માતા-પિતાનો અનાદર-તિરસ્કાર કરવો, ઘડપણમાં તેમને વૃદ્ધાશ્રમમાં તરછોડી દેવા તે સનાતન ધર્મ છે?

13. શું ઘરમાં પતિ-પત્નીના, સાસુ-વહુના, માતાપિતા-સંતાનોના ઝગડા કરવા તે સનાતન ધર્મ છે?

14. શું આપણા ગીતા-રામાયણ-મહાભારત-ભાગવત જેવા ગ્રંથને જૂનવાણી, નિરસ સમજી જિંદગીભર ન વાંચી ; છાપા વાંચવામાં, મોબાઈલ મચેડવામાં, PUBGમાં જીવન બરબાદ કરવું તે સનાતન ધર્મ છે?

15. શું આપણા સનાતન રીતિ-રીવાજો, પ્રણાલિકાઓ, દેવી-દેવતાઓ, સંતો-ભક્તો, ગ્રંથો, તીર્થસ્થાનોની ઠેકડી ઉડાડવી ; તેવું કરતા કલાકારો, લેખકો, ફિલ્મોને પ્રોત્સાહન અપાવું તે સનાતન ધર્મ છે ?

સનાતન ધર્મના કક્કો- બારખડી જાણ્યા- સમજ્યા વિના તેનું પરિશુદ્ધ સ્વરૂપ એવા અજોડ સ્વામિનારાયણ સંપ્રદાયની નિંદા-ટીકા કરવા કરતા, તેને સમજવા પ્રયત્ન કરો. કવિવર નાન્હાલાલ કહેતા ‘આ ધર્મ આચાર-સ્વચ્છતા, વિચાર-સ્વચ્છતા, આંતર-બાહ્ય સર્વદેશીય સ્વચ્છતાનો માર્ગ છે.

મેં જોયું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય લોકોને સાચા સનાતન ધર્મના માર્ગે વાળે છે:

1. બાળકો માતા-પિતાને પગે લાગે, ક્યાંકથી મળેલા પાકીટ, મોબાઈલ વગેરે વસ્તુઓ પરત કરે, પરીક્ષામાં ચોરી ન કરે, વેકેશનમાં સમય, શક્તિ વેડફવાને બદલે વ્યસનમુક્તિ અભિયાન કરે છે.

2. બાળકો-યુવાનો TV, ફિલ્મ, મોબાઈલમાં અશ્લિલ ન જુવે, તેના ઉપયોગમાં વિવેક રાખે છે.

3. વિદ્યાર્થીકાળમાં બાળકો-યુવાનો સંયમપૂર્વક વિજાતીય આકર્ષણથી દૂર રહી, અભ્યાસમાં શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરે છે.

4. આબાલવૃદ્ધ સર્વે વ્યસનમુક્ત, શાકાહારી જીવન જીવે છે.

5. ઘરમાં ઘરસભા દ્વારા ઘરના પારિવારિક સંબંધો મજબુત બનાવે છે.

6. ઘરમાં ઘરમંદિરમાં આરતી-થાળ-ભજન-ભક્તિ દ્વારા સમગ્ર ઘરને જ એક મંદિર બનાવે છે.

7. સવારે નિત્યપૂજા, રોજ અથવા અઠવાડિયે એકવાર ગામના મંદિરમાં દર્શને જઈ ભગવાનમાં જોડાય છે.

8. આબાલવૃદ્ધ સર્વે અઠવાડિક સભામાં જઈ સનાતન ધર્મના મૂલ્યો, રીતિ-રીવાજો, અવતારો, ઋષિઓ, ગ્રંથોના ઉપદેશો જીવનમાં સુદ્રઢ કરે છે.

9. જરૂર પડે ત્યારે ભૂકંપ-રેલ-દુષ્કાળ રાહતકાર્યમાં સ્વયંસેવક બની સમયનું યોગદાન આપે છે.

10. સનાતન ધર્મના ઉત્સવો ઉજવે પણ દૂષણો-વિકૃતીઓથી દૂર રહે છે.

11. સરકારી અધિકારીઓ લાંચ ન લે, ન લેવા દે.

12. પોતાના સંપર્કમાં આવનારા અનેકને સનાતન ધર્મ તરફ પ્રેરે છે.

સનાતન ધર્મની પુષ્ટિ ફક્ત વાદવિવાદ, કથા-પ્રવચનો, ઉપરછલ્લા રીતિ-રિવાજોથી નહિ, પરંતુ તે મુજબ જીવન જીવવાથી થાય છે. મારા મત મુજબ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મના પોષણ-રક્ષણનું સાચા અર્થમાં કામ કરી રહ્યો છે.

મેં જોયું કે સ્વામિનારાયણીયા કોઈને પરાણે પોતાન સંપ્રદાયમાં નથી ભેળવતા, પરંતુ શૈવ-વૈષ્ણવ-શાકતપંથીઓને, સનાતન ધર્મીઓને પોતાના ધર્મનું સાચા અર્થમાં અનુસરણ કરવાનું શીખવે છે.

આજે ઇસ્લામ માટે તે લોકો મરવા તૈયાર છે, અને બની બેઠેલા સનાતન ધર્મના રક્ષકો પોતાના ધર્મ મુજબ જીવવા તૈયાર નથી. જો ખરેખર સાચા સનાતન ધર્મી થવું હોય તો વાદવિવાદને બદલે એવું જીવન બનાવો.

1) બાળકોને માતાપિતાને પગે લગાડો, ધર્મગ્રંથો વંચાવો, મંદિરે લઇ જાઓ.

2) બાળકો-યુવાનોને TV-ફિલ્મ-મોબાઈલમાં સંયમના પાઠ શીખવો.

3) પુત્રીઓને ધર્મજ્ઞાન આપી અસ્મિતાવાદી બનાવો, નહિતર તમારી નહિ રહે.

4) વ્યસનોનો ત્યાગ કરી શાકાહારી બનો.

5) ધર્મમાં, ઉત્સવોમાં પેઠેલી વિકૃતિઓથી દૂર રહી પવિત્ર જીવન જીવો.

6) સનાતન ધર્મના શાસ્ત્રો, મંદિરો, દેવ-દેવીઓ, સંતો, મૂલ્યોને જાણી, સમજી આત્મસાત કરો.

આ રીતે કરશો તો સનાતન ધર્મ ટકશે ને ‘ધર્મો રક્ષતિ રક્ષિત:’મુજબ તમારું પણ તો જ અસ્તિત્વ ટકશે. બાકી સ્વામિનારાયણ સંપ્રદાયની નિંદા-ટીકા કરવાથી તેનો એક પણ અનુયાયી ઓછો નથી થયો ને થશે પણ નહિ; કારણ કે તેઓ પહેલા વિરોધીઓ જ હતા પરંતુ સનાતન ધર્મના રક્ષણ-પોષણ માટે સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી તેવું બહારનું વાતાવરણ જોઇને જોડાયા છે.

મેં પરદેશનું વાતાવરણ પણ જોયું છે. અહીં ભારતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઘોર વિરોધીઓ પણ US, Canada, UK, Australia, Africa, UAE, જાય છે ત્યારે તેમને પોતાનો અને પોતાના સંતાનોનો ધર્મ સાચવવા ન છૂટકે સ્વામિનારાયણીય મંદિરોમાં, સભામાં જવું જ પડે છે. પરદેશમાં તો ‘સનાતન ધર્મ એટલે સ્વામિનારાયણ’ તેના સિવાય ત્યાનાં લોકોને બીજું કઈ ખબર જ નથી. સનાતન ધર્મની જય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *