BSCનો અભ્યાસ કરતાં આ નવયુવાને બનાવ્યું ડ્રાઇવર વગર ચાલતું ટ્રેક્ટર- જુઓ અવિશ્વસનીય વિડીયો

સોશિયલ મીડિયા રપ અવારનવાર કેટલાંક વિડીયો ખુબ વાયરલ થતાં હોય છે ત્યારે હાલમાં પણ આવો જ એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેને લઈ હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. આ વિડીયો સાંભળીને ખુબ આશ્વર્ય થશે. ડ્રાઇવર વિનાની કાર વિશે તો તમે સાંભળ્યું હશે!

જયારે હાલમાં રાજસ્થાનના એક 19 વર્ષનાં નવયુવાને ડ્રાઇવર વિના ચાલતું ટ્રેક્ટર તૈયાર કર્યું છે તેમજ આ ટ્રેક્ટર ખેતરોમાં ખેતીનું કામ પહેલાની જેમ જ પાર પાડી રહ્યું છે. આવો જાણીએ બારૉ શહેરના રહેવાસી યોગેશ નામના આ યુવાને કેવી રીતે આ ટ્રેક્ટરને બનાવ્યું…

ડ્રાઇવર વિનાનું ટ્રેક્ટર તૈયાર કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
યોગેશ જણાવે છે કે, BSc પ્રથમ વર્ષનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેના પિતાની તબીયત લથડતા તેને ખેતીના કામ કરવાં માટે તેમને ગામ પરત બોલાવ્યો હતો. આ દરમિયાન યોગેશે સતત 2 મહિના સુધી ખેતરમાં ટ્રેક્ટરથી કામ કર્યું હતું. ત્યારપછી એને વિચાર આવ્યો કે, ડ્રાઇવર વિનાના ટ્રેક્ટરને તૈયાર કરવામાં આવે તો કેવું, જે એક રિમોટથી કન્ટ્રોલ કરી શકાય.

2,000 રુપિયાની રકમથી શરુ કર્યો પ્રયોગ :
યોગેશ જણાવે છે કે, જ્યારે તેણે પોતાના પિતાને જણાવ્યું તો તેમણે યોગશને 2,000 રૂપિયા આપતાં જણાવ્યું હતું કે, પહેલા એક વાર જણાવ કે ટ્રેક્ટર કેવી રીતે કામ કરશે? ત્યારપછી જ આ પ્રયોગ પર વધારે રકમ ખર્ચ કરી શકાશે. યોગેશે 2,000 રૂપિયાની મદદથી ઉપકરણની ખરીદી કરીને ટ્રેક્ટરને રિમોટથી આગળ-પાછળ ચલાવીને પોતાના પિતાને બતાવ્યું હતું.

સગા-સંબંધીઓ પાસેથી ઉધાર લઈને બનાવ્યું રિમોટ :
જ્યારે સૌપ્રથમ પ્રયોગમાં યોગેશને સફળતા મળી તો તેના પિતાએ સગા-સંબંધીઓ પાસેથી પૈસા ઉધાર લઈને 50,000 રૂપિયાની રકમ એકત્ર કરીને યોગેશને આપી હતી. જેની મદદથી યોગેશે ડ્રાઇવર વિનાના ટ્રેક્ટરને તૈયાર કર્યું હતું. આ પ્રયોગ પછી ખેડૂતોને હવે ટ્રેક્ટર ચલાવવા માટે ડ્રાઇવરની જરૂર પડશે નહીં. જેને લીધે ખેડૂતોના પૈસામાં બચત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *