Megha MBBS Youtube Gujarat Hospital News: હોસ્પિટલમાં લોકો સારવાર લેવા માટે જતા હોય છે. હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સ્ટાફ પર કોઈ પણ શંકા-આશંકા રાખ્યા વગર દર્દીઓ અને દર્દીનાં પરિવારજનો (Gujarat Hospital News) સંપૂર્ણ વિશ્વાસ દાખવે છે કે હોસ્પિટલમાં તેમને યોગ્ય સારવાર મળશે અને તેઓ જલદી સ્વસ્થ્ય થઈ જશે. પરંતુ, હોસ્પિટલોમાં દર્દીઓ સાથે થતાં એક પછી એક મોટા કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક એવી ઘટના સામે આવી છે જે ખૂબ જ ચિંતાજનક અને દર્દીઓની ગોપનિયતાનું હનન કરતા જઘન્ય અપરાધ સમાન છે.
મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV રેકોર્ડ કરાઈ
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલમાં સારવાર માટે જતા પહેલા ચેતજો, દર્દીઓની પ્રાઈવસીને ખતરામાં મુક્તિ ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV રેકોર્ડ કરાઈ છે. વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું રાક્ષસી કૃત્ય સામે આવ્યું.
ચેકઅપની ક્ષણો યુટ્યુબમાં સતત અપલોડ કરી રહ્યો છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાવા પણ વિકૃત અપીલ કરે છે. ટેલિગ્રામ ચેનલનું 900 રૂપિયાનું સબસ્ક્રિપ્સન રાખ્યું છે. અપલોડ કરાયેલ વિડીયો ગુજરાતના હોવાની શક્યતા. રાજ્યની તમામ હોસ્પિટલો-દર્દીઓની આંખ ઉઘડતો કિસ્સો છે. દર્દીઓની ગોપનિયતાનું હનન કરતો જઘન્ય અપરાધ અંગે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
આ વિડીયો ગુજરાતના હોવાની શક્યતા
અપલોડ કરવામાં આવેલા વિડીયોમાં ગુજરાતી ભાષામાં સંવાદ થઈ રહ્યો છે, જેના કારણે આ વિડીયો ગુજરાતના હોવાની શક્યતા છે. આ ઘટના રાજ્યની તમામ હોસ્પિટલો અને દર્દીઓ માટે એક ચેતવણી સમાન છે.આ ઘટના દર્દીઓની ગોપનીયતાનું હનન કરતો એક જઘન્ય અપરાધ છે. સગર્ભા મહિલાઓ અને અન્ય મહિલાઓના અંગત વીડિઓ જાહેર કરવા એ અત્યંત શરમજનક અને ગુનો છે. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. દોષિતોને સજા થાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પગલાં લેવા જરૂરી છે. હવે તંત્ર આ મામલે પગલાં ક્યારે લેશે તે જોવાનું રહ્યું.
આદરણીય @CyberGujarat
ગુજરાતની કોઈ હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણો કોઈ રાક્ષસ સીસીટીવી ફૂટેજ રૂપે યુટ્યુબમાં પોસ્ટ કરી રહ્યો છે. જે ખૂબ જ વિકૃતિ ભરેલું કૃત્ય છે.
યુટ્યુબ ચેનલ મારફતે તે પોતાની ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની અપીલ કરે છે જેમા ખુલ્લે આમ હોસ્પિટલમાં આવતી મહિલાઓના… pic.twitter.com/tB9DwdA5Ht
— Sagar Patoliya (@kathiyawadiii) February 17, 2025
હોસ્પિટલ તંત્ર અને સાયબર સુરક્ષા સામે અનેક ગંભીર સવાલો ઉઠ્યા
આ ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચલાવનારા આવા હલકટ લોકો CCTVના લાઈવ એક્સેસ આપવાનો દાવો પણ કરી રહ્યા છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.ત્યારે આ સમગ્ર ઘટના હોસ્પિટલ તંત્ર અને સાયબર સુરક્ષા સામે અનેક ગંભીર સવાલો ઉભા કરે છે. મહિલાઓની ગોપનીયતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સમાજની પ્રાથમિકતા હોવી જોઈએ અને આવા ગુનાઓને કોઈપણ ભોગે ચલાવી લેવા જોઈએ નહીં.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App