ઓનલાઈન ક્લાસ દરમિયાન બાળકોના મોબાઈલમાં ચાલુ થઈ ગઈ અશ્લીલ વીડિયો અને પછી…

દેશભરમાં અત્યારે લોકડાઉનને કારણે સ્કૂલ-કોલેજમાં બાળકોના ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે. એવામાં બાળકોએ ઘરે બેઠા જ લેપટોપ અથવા સ્માર્ટફોન દ્વારા ઓનલાઇન અભ્યાસ કરવો પડી રહ્યો છે. ઓનલાઇન ભણતરને લઇને દેશના દરેક ખૂણાઓમાંથી અલગ અલગ પ્રકારની ખબરો સામે આવી રહી છે. મધ્યપ્રદેશના શ્યોપુર માંથી પણ આવી જ ખબર સામે આવી રહી છે. અહીંયા ઓનલાઈન ક્લાસ દરમિયાન બાળકોના મોબાઇલમાં અશ્લિલ ફિલ્મ ચાલુ થઈ ગઈ, જેના બાદ માતા-પિતાઓમાં હડકંપ મચી ગયો છે.

મળતી જાણકારી અનુસાર મધ્યપ્રદેશના શ્યોપૂરમાં આઠમા ધોરણ ના વર્ગમાં બાળકો નું વોટ્સઅપ ગ્રુપ ઉપર ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યો હતો.

તે દરમિયાન અચાનક બાળકોના મોબાઈલ ફોન ઉપર અશ્લીલ વિડિયો દેખાવા લાગ્યો, જેના બાદ માતા-પિતાઓમાં હડકંપ મચી ગયો. તમામ બાળકોના વડીલો એ સમયે મુશ્કેલીમાં મુકાઈ ગયા જ્યારે તેના બાળકો ના મોબાઈલ ઉપર અચાનક અશ્લીલ ફિલ્મ બતાવવા લાગી.

જણાવવામાં આવી રહ્યું છે કે પરિજનોએ શિક્ષકને આ ઘટના બાદ ખૂબ ખરું-ખોટું સંભળાવ્યું છે. હકીકતમાં એક મહિલા ટીચર બાળકોને ઓનલાઇન અંગ્રેજી ભણાવી રહી હતી. તે દરમિયાન વાલીઓની નજર પોતાના બાળકોના મોબાઈલ ફોન ઉપર પડી તો તેઓ હેરાન રહી ગયા. નામ ન આપવાની શરત ઉપર એક સરકારી અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બાદ અમે તરત જ ચાલી રહેલા ઓનલાઇન ક્લાસને અને ફોનને બંધ કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *