સુરત હીરા ઉદ્યોગમાં કોરોના વિસ્ફોટ, એક જ કારખાનામાં કામ કરતા 16 રત્નકલાકારોના રીપોર્ટ પોઝીટીવ

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે. તેમાં પણ છેલ્લા 2 દિવસથી સુરતમાંથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં સુરતના…

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે. તેમાં પણ છેલ્લા 2 દિવસથી સુરતમાંથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં સુરતના રત્નકલાકારો કોરોના સંક્રમણ માટે સ્પ્રેડર બની રહ્યા છે સંક્રમણ અટકાવવા માટે સુરત મનપા તંત્ર દ્વારા આજ રોજ ડેપ્યુટી ઇજનેરોની સંયુક્ત ટીમ બનાવી કતારગામ ઝોન વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્આયુંવ્યું હતું. આ દરમ્યાન 5 હીરા પેઢીમાં 135 ઘંટી પર કામ કરતા 1509 રત્ન કલાકારોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટિંગ દરમિયાન 19 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા જેમાં એચ.વી.કે. ડાયમંડ માંથી 16 પોઝિટિવ કેસ બહાર આવતાં આ ત્રણે યુનિટને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવેલ છે.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં હજુ પણ રત્ન કલાકારોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં છે જેના કારણે નાગરપાલિકાએ યુનિટો બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કતારગામ નંદુ ડોશી વાડી પાસે HVK હાઉસના 16 રત્ન કલાકારો પોઝિટિવ આવતાં ગઈકાલના રોજ યુનિટ બંધ કરવવામાં આવ્યું છે. કાંસાનગર ખાતે SRK હાઉસમાં 2 પોઝિટિવ આવતાં 8મા માળનો સેલ વિભાગ બંધ કરાયો હતો. ગોટાલાવાડી કેસરબા માર્કેટ ડાયમંડ હાઉસમાં 1 કેસ આવતાં યુનિટ બંધ કરાયું છે.

આજ રોજ સુરત S.M.C દ્વારા રત્ન કલાકારોમાં કેસમાં વધારો થતાં કતારગામ વિસ્તારમાં ઇજનેરોની સંયુક્ત ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ કોર્પોરેશને જાહેર કર્યું જ હતું કે, જે કારખાનામાં એક પણ કેસ આવે તો સંપૂર્ણ યુનિટ બંધ કરાવવામાં આવશે અને એ આધારે જ આજ રોજ ધર્મનંદનની બાજુમાં આવેલ એચ.વી.કે ડાયમંડમાં 50 ઘંટી પર કામ કરતા 800 રત્ન કલાકારોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ડાયમંડ પેઢીમાંથી 16 પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર ચોંકી ઉઠયું અને આખા યુનિટને બંધ કરાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત ડાયમંડ હાઉસ 13-14 ગ્રાઉન્ડ ફ્લોર કેસરબા માર્કેટ ગોટાલાવાડીના યુનિટની 5 ઘંટી પર કામ કરતા 9 રત્ન કલાકારોના ટેસ્ટિંગ કરાયા હતા. જેમાં એક રત્ન કલાકાર પોઝિટિવ આવતાં યુનિટને બંધ કરાવાયું હતું. આ ઉપરાંત એસઆરકે હાઉસ કાસા નગર ખાતે 100 રત્ન કલાકારોના ચેકિંગમાં 2 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જેમાં આઠમા માળના સેલ યુનિટને પણ બંધ કરાવવામાં આવ્યું છે.

સુરત S.M.C દ્વારા શહેરી વિસ્તારમાં કોરોના અટકાવવા આકરા પગલાં ભરવાનું શરૂ કર્યું છે. સોમવારે વિવિધ સંસ્થાઓ અને ગેરેજમાં ટેસ્ટિંગનું અભિયાન હાથ ધરતા દિવસ દરમિયાન 860 વ્યક્તિના ટેસ્ટિંગમાં આઠ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જોકે કતારગામ, વરાછા બી ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં ટેસ્ટિંગ દરમિયાન એક પણ દર્દી મળી આવ્યો નથી. જયારે રિંગરોડ, સિંગાપુરીની વાડી પાછળ સ્થિત પંજાબ નેશનલ બેન્કના ત્રણ કર્મચારીઓ પોઝિટિવ આવતાં આજે મનપા કમિશનરની સૂચનાને પગલે સેન્ટ્રલ ઝોન દ્વારા બેન્કની શાખા બંધ કરાવવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડાઓ અનુસાર, સુરત શહેરમાં ગઈકાલના રોજ કોરોનાના 248 કેસ પોઝિટિવ નોંધાયા છે. પોઝિટિવ કેસની કુલ સંખ્યા 24618 થઈ છે. સોમવારે શહેરમાં બે અને જિલ્લામાં બે મળી વધુ ચાર દર્દીઓના મોત નિપજ્યા છે. આ સાથે કુલ મૃતાંક 874 થઈ ગયો છે. સોમવારે શહેરમાથી 159 અને જિલ્લામાંથી 77 સહિત 236 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં 21253 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. ફરી કેસ વધતાં કતારગામના ડાયમંડ યુનિટોને બંધ કરી દેવાયા હતા. પાલિકાએ સોમવારે ઓટો ગેરેજવાળાના ટેસ્ટિંગ કર્યા હતા. જેમાં 860 લોકોના ટેસ્ટ કરતાં 8 પોઝિટિવ નોંધાયા હતા.મંગળવારે પાનના ગલ્લા અને ચાની લારીવાળાઓનો ટેસ્ટ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *