હાલમાં એક ડિલિવરી બોય તેની સમજદારી અને બહાદુરીને કારણે સોશિયલ મીડિયા પર ફેમસ થઇ ગયો છે. આ ડિલિવરી બોયે એવું કામ કર્યું છે જેની કોઈને અપેક્ષા ન હતી. હકીકતમાં, ડિલિવરી બોયે એક એપાર્ટમેન્ટના 12મા માળેથી નીચે પડતી બાળકીને પકડી લીધી હતી. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડિલિવરી બોયનું નામ Nguyen Ngoc Manh છે. Nguyen રવિવારે એક પેકેજ પહોંચાડવા માટે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યારે તેણે બિલ્ડિંગના 12મા માળેથી એક બાળકને લટકતું જોયું. તેણે સામેની બિલ્ડિંગમાં રહેતી એક મહિલાનો બૂમો પાડતો અવાજ પણ સાંભળ્યો. Nguyenને તે સમજવામાં લાંબો સમય લાગ્યો નહીં કે જો તે ઝડપથી કંઇ કરશે નહીં, તો છોકરી તેની જિંદગી પણ ગુમાવી શકે છે.
છોકરી જમીનથી આશરે 164 ફૂટ ઉંચાઈ પર હતી. જેણે પણ આ દૃશ્ય જોયું તેને લાગ્યું કે, હવે છોકરીનું બચવું મુશ્કેલ છે, પરંતુ Nguyenને આ મુશ્કેલ કાર્યને શક્ય બનાવ્યું. તે તુરંત જ મકાનની નીચે દોડી ગયો અને જનરેટર સાઇટની છત પર ચડ્યો જેથી જમીન પર પડતા પહેલા બાળકીને બચાવી શકાય. બાળકી નીચે આવતાની સાથે જ Nguyenને તેને પકડી લીધી. જોકે, તે છોકરીને પડતો જોઈને સ્તબ્ધ થઈ ગયો, પરંતુ તેણે સમયસર પોતાને સાંભળ્યા અને તે યુવતીનો જીવ બચાવવામાં સફળ રહ્યાં.
વીડિયોમાં જોઇ શકાય છે કે, એક 3 વર્ષીય યુવતી બાલ્કનીમાંથી લટકતી હતી અને કેટલીક મહિલા તેને બચાવવા ચીસો પાડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, જો ડિલિવરી બોય Nguyenન યોગ્ય સમયે બાળકીને પકડી શક્યો ન હોત તો તેનું મોત નિશ્ચિત હતું. છોકરીને કેટલીક ઇજાઓ થઈ છે. તેના હાથ અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. તે જ સમયે, Nguyenનો પગ પણ મચકોડાઈ ગયો છે. પરંતુ, તે સ્વસ્થ છે.
?¡HEROICA ATRAPADA!?
Un repartidor le salvó la vida a una niña de 3 años que cayó del piso 12 de un edificio en Vietnam.
La nena sufrió fracturas en la pierna y en los brazos, pero está viva gracias a la heroica acción de Nguyen Ngoc Manh❤️, quien sufrió un esguince.#VIRAL pic.twitter.com/eI03quT0IM
— Unicanal (@Unicanal) March 1, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle