વટામણ ચોકડી પાસેથી ગ્રામ્ય SOGએ નશાકારક કફ સીરપના જથ્થા સાથે બે આરોપીની કરી ધરપકડ

Ahemdabad News: રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે નશાકારક પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ(Ahemdabad News) શહેરમાં ફરી એકવાર વટામણ ચોકડી પાસેથી નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો છે.જેમાં 590 નંગ કફ સિરપની બોટલો સહિત 2 શખ્શોની પોલીસે અટકાયત કરી છે. કોડિન યુક્ત સિરપનો જથ્થો ક્યાં અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.

ગેરકાયદેસર કફ સીરપની હેરાફેરી:
ગ્રામ્ય SOGની ટીમને બાતમી મળી હતી જે બાતમીના આધારે ગેરકાયદેસર કફ સીરપની હેરાફેરી ઝડપી પાડી છે. બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દ્વારા વટામણ હાઇવે પર ચેકીંગ હાથ ધર્યું હતું.આ દરમિયાન ટીમે ખુલ્લી જગ્યામાંથી કફ સીરપનો મોટો જથ્થો ઝડપીને બે શખ્સોની ધરપકડ કરી છે. તેમજ પોલીસે રિક્ષા અને સિરપનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે પાડ્યા દરોડા:
SOGએ આ મામલે બાતમીના આધારે તપાસ કરતા આ જથ્થો સુભાનપુરાથી લઈ અવાતો હોવાનું સામે આવ્યુ છે. 590 નંગ કફ સિરપની બોટલો સહિત 2 શખ્શોની પોલીસે અટકાયત કરી છે. કોડિન યુક્ત સિરપનો જથ્થો ક્યાં અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. આમ અમદાવાદમાંથી વધુ એકવાર નશાકારક સિરપનો જથ્થો હાથ લાગ્યો છે.

અગાઉ પણ મળી આવી હતી નશાકારક સીરપ
અગાઉ પણ અમદાવાદના બહેરામપુરા અને જમાલપુર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોડિન કન્ટેન્ટ ધરાવતી સીરપને ડોક્ટરની પરમીશન વગર જ ગેરકાયદેસર રીતે વેચતા હતા. આ અંગે પોલીસને ચોક્કસ માહિતી મળતા પોલીસે દાણીલીમડા લાલજી પરમાર હોલના ત્રણ રસ્તા પાસેથી બન્ને શખ્સોને અટકાવી તેમની પાસેથી 200 નંગ જેટલી કફ સીરપની બોટલ મળી આવી હતી.