બહારથી નાની ઝૂંપડી પણ અંદરથી તો કોઇ 5 સ્ટાર હોટલ, જુઓ વાયરલ વિડીયો

Village Viral Video: જો તમે ક્યારેય કોઈ ગામમાં ગયા હોવ, તો તમે ત્યાં ઘણા માટીના ઘર જોયા હશે. સામાન્ય રીતે બધા કાચાં ઘરો એક જેવા લાગે છે. જેમની પાસે કાયમી ઘર (Village Viral Video) બનાવવા માટે પૈસા નથી, તેઓ આ ઝૂંપડીઓને પોતાનું ઘર બનાવે છે અને તેમાં દિવસો વિતાવે છે. હાલમાં એક ગામમાં એક ઝૂંપડું જોવા મળ્યું. વાસ્તવમાં આ પાક્કું મકાન છે, પરંતુ બહારથી તે ઝૂંપડી જેવું લાગે છે. જેમ યુવક અંદર ઘૂસ્યો તેને આંખો ફાટી પડી, કારણ કે આ ઘર કોઈ મહેલથી ઓછું નહોતું. આટલા નાના ઘરમાં આટલું બધું રાખવું એ મહેલ જેવું લાગે છે.

બહારથી ઝૂંપડી પણ અંદરથી મહેલ!
હાલમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @7stargrandmsti પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જે વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક નાનું ઘર દેખાય છે. જેના ઉપર નળિયાં અને લાકડાથી બનેલી છત છે. પણ જેવો તે યુવક કેમેરા લઈને અંદર જાય છે, તો અંદરનો નજારો જોઈને ચોંકી જાય છે. જો વિશ્વાસ ન આવતો હોય તો તમારે આ વીડિયો અવશ્ય જોવો જોઈએ.

ઘરને અંદરથી જોઈને ઉડી જશે હોશ
અંદર પ્રવેશતાની સાથે જ સામે એક મોટું LED ટીવી દેખાય છે અને તેની બાજુમાં એક પલંગ છે જેના પર એક માણસ સૂતો છે. અંદર એક સોફા છે, ટીવી કેબિનેટ છે, એક નાનું કુલર છે, પૂજા કરવા માટે નાનકડું મંદિર પણ છે અને સૌથી અગત્યનું, દિવાલ પર એક AC લગાવેલું છે.

પ્રવેશતાં જ એક બાથરૂમ દેખાય છે જેમાં વેસ્ટર્ન ટોયલેટ અને વોશિંગ મશીન છે. સોફા પણ ખૂબ સુંદર લાગે છે. રસોડામાં પાણીનું ફિલ્ટર પણ લગાવેલું છે. તેમાં પણ ઘણી જગ્યા છે. બહાર નીકળવા પર બેસવાની જગ્યા પણ છે. ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Rajendra Singh (@7stargrandmsti)

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ વીડિયોને 1 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાના રિએક્શન આપ્યા છે. એકે કહ્યું- જો તમે આ બધું કર્યું હોત તો તમારે છત પણ ભરી લેવાયને…. એકે કહ્યું કે જો આ ઝૂંપડું છે તો બધા પાસે આવી ઝૂંપડી હોવી જોઈએ. એકે કહ્યું કે બહારથી ઝૂંપડું છે પણ અંદરથી મહેલ છે. એકે કહ્યું – પ્લીઝ ભગવાન, હું પણ આટલો ગરીબ રહેવા માંગુ છું.