શ્યોપુરમાં(Sheopur) ચંબલ(Chambal) નદીમાં નહાવા ગયેલા 7 વર્ષના છોકરા પર મગરએ(Crocodile) જાનલેવા હુમલો કર્યો હતો. મગરના હુમલાથી બાળક નદીમાં ક્યાય ઊંડે ખોવાઈ ગયો હતો. કલાકો પછી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘણા ગામવાસીઓએ આ ઘટના નજરે જોઈ હતી. ગુસ્સે ભરાયેલા ગામલોકોએ મગરને પકડી લીધો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે બાળક મગરના પેટમાં છે અને તેને બહાર કાઢ્યા પછી જ તેંઓ મગરને છોડશે. ચાર કલાક પછી પણ મગર કોઈ હલનચલન ન કરતાં તેને વન વિભાગને(Forest Department) સોંપવામાં આવ્યો હતો.
આ ઘટના જિલ્લાના રઘુનાથપુર વિસ્તારમાં રિઝેતા ઘાટ પર ચંબલ નદીના કિનારાની છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શ્યામવીર સિંહ તોમરએ જણાવ્યું કે લક્ષ્મણ સિંહનો 7 વર્ષનો પુત્ર અતર સિંહ સોમવારએ સવારમાં ચંબલ નદીમાં નહાવા માટે ગયો હતો. આ દરમિયાન મગરએ તેના પર હુમલો કર્યો. હુમલાના કારણે અતર સિંહ ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.
ગામના અન્ય લોકોએ આ આ ઘટના સગી આંખે જોઈ હતી. આ પછી બાળકના પરિવારજનો અને ગ્રામજનો હાથમાં લાકડીઓ અને જાળી લઈને આવ્યા હતા. ગ્રામજનોએ મગરને જાળમાં ફસાવીને બહાર કાઢ્યો અને દોરડા વડે બાંધી દીધો હતો. SDRF ટીમની શોધખોળથી બાળકનો મૃતદેહ સવારે 8 વાગ્યે મળી આવ્યો હતો. મગર બાળકને પકડી શક્યો ન હતો. પરંતુ બાળકના ડૂબી જવાથી તેનું મોત થયું હતું.
ગ્રામજનોએ જણાવ્યું કે, બાળકને મગર ગળી ગયો છે અને તે તેના પેટમાં છે. બાળકને મગરના પેટમાંથી બહાર કાઢ્યા પછી જ તેને છોડશે. ચંબલ નદી પર દિવસભર લોકોની ભીડ જામી હતી. અધિકારીઓ ગ્રામજનોને મગરને છોડાવવા સમજાવતા રહ્યા. લક્ષ્મણને 3 પુત્રો હતા. તેમાં મૃતક બાળક સૌથી મોટો હતો. તેના મૃત્યુના સમાચાર મળતાં જ માતા અને પિતા બેભાન થઈ ગયા હતા. વન વિભાગે પીડિત પરિવારને વળતરની ખાતરી આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.