ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ અને કતારગામ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સામે ઊભેલા ભાજપના ઉમેદવાર વિનુ મોરાડિયાના રાજમાં થઈ રહેલી ગેરકાયદેસર હપ્તાની ઉઘરાણીના આરોપને લઈને એક લેટર સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.
જાણો વાયરલ થઈ રહેલા આ લેટરમાં શું લખ્યું છે?
જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ લેટર આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાને લખવામાં આવ્યો છે અને તેમાં લખવામાં આવ્યું છે કે, વિજય ભવઃ આમ આદમી પાર્ટી. આગળ લખ્યું છે કે, શ્રી માન. ગોપાલભાઈ ઇટાલિયા હું દુકાનદાર તરીકે તમને એક વિનંતી કરું છું કે, બીજી બધી તકલીફો નહિ પરંતુ એક તોડબાજી કરતો વ્યક્તિ SMC માંથી ફૂડ ઈન્સપેક્ષન વિભાગમાંથી આવે છે અને આખા કતારગામની લગભગ 350 થી વધારે દુકાનમાંથી 3000/પ્રતિ દુકાન હપ્તો વર્ષે ઉઘરાવીને તોડબાજી કરે છે.
વધુમાં લખ્યું છે કે, આ વ્યક્તિનું નામ ડિકે પટેલ છે. આ રાક્ષસમાંથી સર અમને મુક્તિ અપાવો અમે તમને અને તમારા વિજય માટે અથાગ પ્રયત્નો કરીશું અને અમને તમારી એક જ સરકાર પાસેથી ન્યાય મળે એવી આશા સાથે બંધાયેલા છીએ.
વધુ ઉમેરતા આ લેટરમાં લખવામાં આવ્યું છે કે, આખા કતારગામની કોઈ પણ દુકાને જઈને પૂછો કે, ડીકે પટેલ કોણ છે. તો તમને આ જ જવાબ મળશે કે આ હપ્તો ઉઘરાવવા આવે છે અને દરેક દુકાનદાર મજબૂરીમાં હપ્તા આપે પણ ધે. નહિતર દુકાનને સિલ કરવાનાં પ્રયત્નો કરે, ડરાવે અને તોડબાજી કરી જાય છે. આ બધું વિનુ મોરાડિયાના રાજમાં થાય છે. તેવું પણ તેમણે કીધું છે.
આ તમામ આરોપો દુકાનદાર દ્વારા એક લેટર મારફતે લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ વાયરલ થઈ રહેલો લેટર કતારગામ બેઠક પર અસર કરી શકે છે કે નહિ તે તો આગામી સમયમાં જોવું જ રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.