વરસાદની ખુશી વચ્ચે શોકનો માહોલ! હળવદમાં દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના 3 લોકોના મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યમાં ચોમાસાના આગમન પહેલા જ કેટલાક વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે. ઠેર-ઠેર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી(Morbi)માં હળવદ(Halwad)થી વરસાદને કારણે એક…

ગુજરાત(Gujarat): રાજ્યમાં ચોમાસાના આગમન પહેલા જ કેટલાક વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે. ઠેર-ઠેર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી(Morbi)માં હળવદ(Halwad)થી વરસાદને કારણે એક ખરાબ સમાચાર આવ્યા છે. હળવદના એક ગામમાં વરસાદના કારણે કાચી દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજતા ગામમાં શોકનું વાતાવરણ છવાય ગયું હતું.

મળતી માહિતી મુજબ, હળવદના સુંદરીભવાની ગામમાં વરસાદના કારણે દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના બે સગા ભાઈ અને પરિવારની એક મહિલાનું દીવાલ નીચે દટાઈ જવાથી કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનાથી વરસાદની ખુશી વચ્ચે શોકનો માહોલ સર્જાય ગયો છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે પરિવાર ઘરે હતો ત્યારે અચાનક દિવાલ તૂટીને તેમના પર પડી હતી.

જણાવી દઈએ કે, વરસાદી ઝાપટામાં દિવાલ ધરાશાયી થતા પરિવારના ત્રણ સભ્યો તેની નીચે જ દટાઈ ગયા હતા, તુરંત ગામના લોકો એકઠા થઈ ગયા અને પરિવારના સભ્યોને બચાવવામાં લાગી ગયા હતા. આ સાથે તંત્રને પણ ઘટનાની જાણકારી આપવામાં આવતા રેસ્ક્યુ ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગ્રામજનોની મદદથી દિવાક નીચે દટાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરો દ્વારા ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી દુર્ઘટના કેવી રીતે બની તે અંગે પુછતાછ શરૂ કરી હતી અને અંતે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *