રમતા-રમતા અચાનક ફાટી નીકળી ભયાનક હિંસા, એક સાથે 127 લોકોના મોત- જુઓ વિડીયો

ઈન્ડોનેશિયા(Indonesia)માં ફૂટબોલ મેચ દરમિયાન ફાટી નીકળેલી હિંસા(Football match violence)માં 127 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં બે પોલીસકર્મી પણ સામેલ હોવાનું કહેવાય છે. ઈન્ડોનેશિયાની પોલીસે(Indonesia Police) ઘટનાની પુષ્ટિ કરી છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ઘટના પૂર્વ જાવાની છે. ન્યૂઝ એજન્સી અનુસાર, પૂર્વ જાવાના એક ફૂટબોલ ગ્રાઉન્ડમાં ફૂટબોલ મેચ રમાઈ રહી હતી. આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો મેદાનમાં પહોંચ્યા હતા. ફૂટબોલ મેચનું પરિણામ આવતા જ મેદાનમાં મેચ જોવા આવેલા ચાહકો ગુસ્સે થઈ ગયા હતા. રોષે ભરાયેલા પ્રશંસકો ફૂટબોલ મેદાનમાં ઘૂસી ગયા અને હંગામો મચાવવા લાગ્યા.

નારાજ પ્રશંસકો ફૂટબોલ મેદાનમાં ઘુસી ગયા અને મારપીટ કરવા લાગ્યા. બધી બાજુ અફરાતફરી મચી ગઈ હતી. ઈસ્ટ જાવા પોલીસના ચીફ નિકો ઈફિન્ટાના જણાવ્યા અનુસાર, આ હિંસક ઘટનામાં જમીન પર 34 લોકોના મોત થયા હતા. પૂર્વ જાવાના પોલીસ વડા નિકો એફિન્ટાના જણાવ્યા અનુસાર, બાકીના 93 લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે પર્સબાયા સુરાબાયા અને અરેમા એફસી વચ્ચેની મેચ ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા સ્થિત સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં અરેમા એફસીની ટીમનો પરાજય થયો હતો. ટીમની હાર બાદ નારાજ પ્રશંસકો મેદાનમાં ઘુસી ગયા અને મારપીટ કરવા લાગ્યા. આ હિંસામાં બે પોલીસકર્મીઓના પણ મોત થયા છે.

ફૂટબોલ સ્ટેડિયમમાં થયેલી હિંસા અંગે કોઈએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઈન્ડોનેશિયન નેશનલ આર્મ્ડ ફોર્સના જવાનોએ કોઈક રીતે ખેલાડીઓને સુરક્ષિત રીતે મેદાનમાંથી બહાર કાઢ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *