હાલમાં એક સ્કૂલની છોકરીઓ વચ્ચેના રસ્તા પર લડાઈ થઈ હોવાનો વિડીયો વાઈરલ થયો છે. આ લડાઈ દરમિયાન યુવતીઓ વચ્ચે જોરદાર લાતો અને મુક્કા અને થપ્પડ મારતી હતી. સ્કૂલ યુનિફોર્મમાં લડતી છોકરીઓનો વીડિયો હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર થઈ રહ્યો છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ લડાઈ બેંગ્લોરની પ્રખ્યાત બિશપ કોટન ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ વચ્ચે થઈ હતી. વિદ્યાર્થિનીઓના બે જૂથો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી, જેના કારણે બંને પક્ષો વચ્ચે મારામારી થઇ હતી. આ દરમિયાન સ્કૂલ યુનિફોર્મમાં છોકરીઓ એકબીજાના વાળ ખેંચતી અને મારપીટ કરતી જોવા મળી હતી. જોકે આ ઘટના ક્યારે બની તે હજુ સુધી જાણી શકાયું નથી. લડાઈનું કારણ પણ સત્તાવાર રીતે જાણી શકાયું નથી.
વાયરલ વીડિયોમાં છોકરીઓ એકબીજાને થપ્પડ મારતી અને એકબીજાના વાળ ખેંચતી જોઈ શકાય છે. એક છોકરી લાકડી કાઢતી જોઈ શકાય છે. આટલું જ નહીં, આ લડાઈમાં સામેલ એક યુવતીને જમીન પર ઢોર માર મારવામાં આવ્યો હતો. સ્થળ પર કેટલાક છોકરાઓ પણ હાજર હતા.
View this post on Instagram
વાયરલ ક્લિપ પરથી સ્પષ્ટ થાય છે કે, વિદ્યાર્થિનીઓના જૂથો વચ્ચે લાંબા સમય સુધી લડાઈ ચાલુ હતી. વીડિયોમાં તેમની વચ્ચે બૂમો પણ સાંભળી શકાય છે. કેટલાક વિદ્યાર્થીઓ અને પસાર થતા લોકોએ ઝઘડતી છોકરીઓને અલગ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ધક્કો મારવાથી છોકરીને ઈજા થાય છે.
આ મામલે શાળાના મેનેજમેન્ટે ન તો લડાઈમાં હસ્તક્ષેપ કર્યો કે ન તો કોઈ નિવેદન બહાર પાડ્યું. વિદ્યાર્થીનીઓની આ લડાઈને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે અને લોકો આ ઘટનાના વીડિયોને અલગ-અલગ પ્રકારના કેપ્શન સાથે શેર કરી રહ્યા છે. આ લડાઈમાં કથિત રીતે સામેલ એક વિદ્યાર્થીના મેસેજનો સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવતીએ લખ્યું છે કે રચના નામની મિત્રએ તેને બિશપ કોટન ગર્લ્સ સ્કૂલમાં આવીને એક છોકરીને મારવાનું કહ્યું હતું, કારણ કે રચનાને તેની સાથે કોઈ સમસ્યા હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.