સુરત(Surat): સમગ્ર રાજ્યમાં ST નિગમના કામદારો(ST Corporation workers) દ્વારા સરકાર સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. નિગમના કર્મચારીઓને સાતમાં પગારના પંચના લાભની સાથે અન્ય કેટલાય પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાથી અંતે હવે આંદોલન કરવાની ફરજ પડી છે. સુરતમાં લંબે હનુમાન રોડ(Lambe Hanuman Road) પર સિટી ડેપો પર ST નિગમના કામદારોએ એકઠા થઈને કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરવાની સાથે સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ આગામી દિવસોમાં આંદોલન(Movement)ને વધુ તેજ બનાવીને સમગ્ર રાજ્યમાં આવતી સાત તારીખથી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ST નિગમના કામદારોને સાતમા પગાર પંચનો લાભ ન મળતાની સાથે સાથે મોંઘવારી ભથ્થા, બોનસ સહિતના મુદ્દે તથા ઓવરટાઈમના પણ અનેક પ્રશ્નો સતાવી રહ્યા હોવાનું કર્મચારીઓને સહન કરવું પડતું હોવાથી કર્મચારીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓએ અલગ અલગ માંગોને તેજ કરતાં સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી હતી. સાથે જ સરકાર સામે બાયું ચડાવતા કહ્યું છે કે, મોંઘવારી ભથ્થા જાહેર કરવામાં આવ્યાં તેમાં પણ એસટી નિગમના કર્મચારીઓને અલગ જ રાખવામાં આવ્યા છે.
જો હજુ પણ આગામી સમયમાં આ પ્રશ્ને સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહિ આવે તો આગામી સમયમાં આંદોલનને હજુ પણ ઉગ્ર સ્વરૂપ આપવામાં આવશે અને સરકારની વિરુદ્ધમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે. સાથે ST નિગમના કામદારોએ કહ્યું છે કે જો સરકાર જાગતી હોય અને અમારો અવાજ સાંભળતી હોય તો અમારા પ્રશ્નોનું વહેલી તકે નિવારણ લાવે તે મુજબનું સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
સાથે જ ST નિગમના કામદારોએ કહ્યું છે કે, અત્યારે તો અમે ખાલી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો છે અને જો સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવે તો સુત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો આપીશું અને તેમ છતાં સરકારની આંખો નહિ ખુલે તો અમારે ના છૂટકે 7 ઓક્ટોબરથી સામૂહિક હડતાળ પર ઉતરવું પડશે તે પ્રકારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.