આખે આખું વિમાન ખાઇ ચૂક્યો છે આ વ્યક્તિ, પેટ્રોલને કોકની જેમ પીવે છે

સોશિયલ મીડિયામાં અવારનવાર એવી જાણકારી અથવા તો ઘટના સામે આવતી હોય છે કે, જેને જાણીને તમામ લોકોને નવાઈ લગતી હોય છે. હાલમાં પણ આવી જ એક આવી જ ઘટના સામે આવી રહી છે, કે જેને જાણીને આપ પણ આશ્વર્યચકિત થઈ જશો.

ખાવા-પીવાના શોખ તો તમામ ગુજરાતીઓને હોય છે પરંતુ આ વ્યક્તિનાં ખાવાના શોખને જાણી આપ પણ ચકરાઇ જશો. ફ્રાંસમાં રહેતો આ વ્યક્તિને અજીબો ગરીબ વસ્તુઓ ખાવાનો શોખ રહેલો છે. આ વ્યક્તિ જેવી વસ્તુઓ ખાય છે એ સામાન્ય વ્યક્તિ તો ભાગ્યે જ ખાતો હશે. ખાવાની વાત છોડો આવું ખાવાનો વિચાર પણ ભાગ્યે જ આપણને આવે છે.

આ વ્યક્તિનું નામ હતું મિશેલ લોટિટો (Michel Lotito). તે ફ્રાંસનો વતની હતો. તે ત્યારે ચર્ચાનું કેન્દ્ર જ્યારે તેણે એક વખત આખુ વિમાન જ ખાઇ લીધું હતું. ફ્રાંસનાં ગ્રેનોબલમાં 15 જૂન વર્ષ 1950માં મિશેલ લોટિટોનો જન્મ થયો હતો. એ જયારે 16 વર્ષનો હતો ત્યારથી જ એને આવી અજીબ વસ્તુઓ ખાવાનો શોખ હતો.

મેડિકલ ભાષામાં આ એક બિમારી છે જેને ‘પિકા’ કહેવામાં આવે છે. આ એક એવી બિમારી છે કે, જેમાં લોકો મનુષ્ય જેવું ભોજન ખાય છે એને પચાવી નથી શકતા પરંતુ આવી અસામાન્ય વસ્તુઓને પચાવી લે છે. શરૂઆતમાં તો લોટિટો પોતાના નખથી લઇને કાચના ટુકડા પણ સરળતાથી ખાઇ લેતો હતો.

એવું કહેવામાં આવે છે કે, લોટિટો જ્યારે કેળા, બોઇલ ઇંડા અથવા તો બ્રેડ જેવી વસ્તુઓ ખાતા હતા તો એને પચાવી શકતા નહી પરંતુ એ કોઇપણ ધાતુથી બનેલ વસ્તુને આસાનીથી પચાવી લેતાં હતાં. દુનિયાના તમામ લોકો ભલે એમને અજીબો ગરીબ વ્યક્તિ કહેતા હોય પરંતુ લોટિટો પોતાને સામાન્ય જ માનતા હતા.

તેઓએ જણાવતાં કહ્યું હતું કે, એમને આ બધુ ખુબ કરવું ગમે છે. એમણે વર્ષ 1966માં આ વાતનું પ્રદર્શન કરવાની શરૂઆત કરી. ત્યારપછી મોટી સંખ્યામાં લોકો એમને જોવા માટે આવવા લાગ્યા હતાં.  લોટિટોએ લોકોની સામે બેસીને પલંગથી લઇને ટેલિવિઝન સેટ, કોમ્પ્યૂટર, સાઇકલ જેવી ધાતુની બનેલ વસ્તુઓ ખાઇને બતાવી હતી.

ધાતુની વસ્તુઓ ખાવા માટે તેઓ પહેલા તો એના નાના-નાના ટુકડા કરતા હતાં. ત્યારપછી સરખી માત્રામાં પાણી તથા મિનરલ ઓઇલની સાથે તેને ખાઇ લેતા હતાં. તેઓ ક્યારેક તો પેટ્રોલ પણ પી લેતા હતાં. એમણે જણાવ્યું હતું કે, પેટ્રોલ પીવાથી એમનું ગળું ચીકણું રહેતું હતું. જેથી તેઓ સરળતાથી ધાતુ ગળી શકતા હતા.

લોટિટાના પેટના આંતરડામાં મોટી સંરક્ષણ પરત હતી. જે સામાન્ય લોકોમાં હોતી નથી. આજ કારણે તેઓ કાચ, રબર સારી રીતે ખાઇ શકતાં હતાં. વર્ષ 1978માં તે સેસના કુલ 150 હવાઇ જહાજના ટુકડા કરીને તેને ખાવાની શરૂઆત કરી હતી. માત્ર 2 જ વર્ષમાં એમણે આખું વિમાન જ ખાઇ લીધું હતું.

એવું અનુમાનન લગાવવામાં આવે છે કે, વર્ષ 1959-’97માં મિશેલ લોટિટોએ અંદાજે 9 ટન જેવું એટલે કે કુલ 8,164 કિલો જેટલું ધાતુ ખાઇ લીધું હતું. અજીબો ગરીબ વસ્તુઓ ખાવાને લીધે એમનું નામ ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં પણ નોંધવામાં આવ્યું હતું. 25 જૂન વર્ષ 2007માં 57 વર્ષની ઉંમરમાં એમનું મોત થઇ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *