ઘણાં લોકો પ્રાચીન પરંપરાઓનું આજનાં સમયમાં પણ પાલન કરતાં હોય છે. હાલમાં પણ આજે અમે આપની સામે એક એવી જાણકારી લઈને આવ્યાં છીએ કે જેને જાણીને આપણે પણ ખુબ જ નવાઈ લાગશે.સમગ્ર વિશ્વમાં ઘણી અજીબ પરંપરા રહેલી હોય છે.
ઘણી પરંપરા તો એવી પણ હોય છે કે જેને વિશે સાંભળીને તમને નવાઈ લાગશે તથા આપને થશે કે આવી પણ પરંપરા હોય. લોકો આટલા નિર્દય કેવી રીતે હોય શકે. વિશ્વમાં તમામ જાતિ તેમજ જનજાતિની પરંપરાઓ એકબીજાથી જુદી હોય છે પરંતુ ઘણી પરંપરા તો ખુબ જ નિર્દયી પણ હોય છે. એક એવી જ પરંપરા વિશે આપને જણાવીશું.
ઇન્ડોનેશિયામાં એક એવો કબીલો છે કે જ્યાં કોઈનું મૃત્યુ થઈ જવાં પર કબીલાની સ્ત્રીઓની આંગળીને કાપી નાખવામાં આવે છે. કબીલાની પરંપરા મુજબ કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાં પર એ ઘરની કોઈ એક મહિલાની એક આંગળીને કાપી નાખવામાં આવે છે.
દાની કબીલા પાપુઆ ગિનીમાં આવે છે તથા અહીં અંદાજે કુલ 2,50,000 આદિવાસીઓ રહે છે. આ પરંપરા પાછળનું કારણ છે, કે મહિલા દ્વારા આંગળીનું દાન આપવાંથી મૃત્યુ પામેલ વ્યક્તિ ભૂત બનીને પરિવારને હેરાન કરતો નથી.આ પ્રક્રિયા દરમિયાન સ્ત્રીઓની આંગળીને અમુક કલાકો સુધી સખત રીતે બાંધી દેવામાં આવે છે.
જેને કારણે ત્યાંથી લોહીનો પ્રવાહ અટકી જાય. ત્યારપછી તીક્ષ્ણ ધારદાર હથિયારથી એ આંગળીનો આગળનો ભાગ કાપી નાખવામાં આવે છે. આ કબીલામાં કેટલીક એવિ સ્ત્રીઓ છે, કે જેમની એક બે નહીં પરંતુ મોટાભાગની આંગળીઓ કપાયેલી છે. કેટલીક સ્ત્રીઓ એવી પણ છે, કે જે એમના હાથની તમામ આંગળીઓ ગુમાવી બેઠી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en