પુર ઝડપે જતી સ્કૂલ બસના ડ્રાઈવરને આવી ગયો હાર્ટએટેક, બાળકો કઈ સમજે વિચારે એ પહેલા જ… જુઓ ધ્રુજાવી દેતા CCTV

માર્ગ અકસ્માત ગમે ત્યાં અને ગમે ત્યારે થઈ શકે છે. ઘણીવાર લોકો કહે છે કે, સામેની વ્યક્તિની ભૂલને કારણે અકસ્માતો થાય છે, આ પણ સંપૂર્ણ રીતે સાચું નથી. ક્યારેક એમાં પોતાની ભૂલ પણ હોય છે. અને ક્યારેક કોઈની ભૂલ હોતી નથી, છતાં અકસ્માતો થાય છે. તાજેતરમાં, જો એક નાનું બાળક મદદ માટે આગળ ન આવ્યું હોત તો બસ પણ અકસ્માતનો ભોગ બની હોત! જ્યારે તમે આ ઘટનાનો વિડિયો જોશો, તો તમે સમજી શકશો કે આમાં બસ ડ્રાઈવરની જરા પણ ભૂલ નહોતી.

ટ્વિટર એકાઉન્ટ @Enezator પર ઘણી વાર અજીબોગરીબ વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ એક એવો વીડિયો શેર કરવામાં આવ્યો છે જે લોકોને ચોંકાવી રહ્યો છે. આ વીડિયોમાં એક સ્કૂલ બસની અંદરનો સીન જોવા મળી રહ્યો છે. કોઈપણ જાહેર પરિવહન સંબંધિત માધ્યમોના ડ્રાઈવરોનું કામ ખૂબ જ પડકારજનક છે કારણ કે તેમની પાસે મુસાફરોની જવાબદારી છે. પણ અચાનક ડ્રાઇવરને કંઇક થઇ જાય તો શું થાય?

બાળકે બધાનો જીવ બચાવ્યો
આ વીડિયોમાં પણ એવું જ થયું છે. બસની અંદર લાગેલા કેમેરાથી જોઈ શકાય છે કે, બસમાં ઘણા નાના બાળકો બેઠા છે અને ડ્રાઈવર બસ ચલાવી રહ્યો છે. અચાનક ડ્રાઈવરને હાર્ટએટેક આવે છે. હવે એવી સ્થિતિમાં નજીકમાં બેઠેલો 13 વર્ષનો બાળક સ્ટીયરીંગ વ્હીલ તરફ દોડે છે અને બસ જાતે ચલાવવાનું શરૂ કરે છે.

બધા બાળકો ગભરાટની સ્થિતિમાં આવી જાય છે પરંતુ 13 વર્ષનો બાળક સ્ટિયરિંગ પર કાબુ મેળવી લે છે અને બસને ઉભી રાખી દે છે. પછી તે સ્ટીયરીંગ વ્હીલ પરથી પોતાનો હાથ હટાવીને ડ્રાઈવરની છાતી દબાવવા લાગે છે. બસ ચાલતી જોવા મળે છે. પછી બીજું બાળક આવે છે અને કોઈક રીતે બસ રોકે છે. આ રીતે બાળકોનો જીવ બચી જાય છે.

વિડિયો થઈ રહ્યો છે વાયરલ 
આ વીડિયોને 95 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આવી છે. એક વ્યક્તિએ કહ્યું કે, અચાનક હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે, બાળકે મદદ કરી તે સારું છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, બાળક હીરો છે, તેના કારણે લોકો બચી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *