સુરતમાં ટાબરિયાને હાથમાં મોપેડનું સ્ટિયરિંગ પાછળ બિન્દાસ્તથી બેસી ગયા પિતા- સ્ટંટ કરતા બાળકનો વિડીયો થયો વાયરલ

Viral Stunt Video in Surat: ગુજરાત રાજ્યમાં આવેલું Surat શહેર ડાયમંડ શહેરની સાથે સાથે બ્રિજ સિટી તરીકે પણ ઓળખાય છે. ઘણા યુવકો Surat શહેરના બ્રિજ…

Viral Stunt Video in Surat: ગુજરાત રાજ્યમાં આવેલું Surat શહેર ડાયમંડ શહેરની સાથે સાથે બ્રિજ સિટી તરીકે પણ ઓળખાય છે. ઘણા યુવકો Surat શહેરના બ્રિજ પર ઓવરસ્પીડથી ગાડી ચલાવી સ્ટંટ(Viral Stunt Video) કરતા સમયાંતરે જોવા મળતા જ હોય છે. ત્યારે આજે આવી વધુ એક ઘટના સામે આવી છે. વાહનચાલકોની બેદરકારી અને લાપરવાહીના કે સ્ટંટના વીડિયો એક પછી એક સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે.

સુરતના ડભોલી વિસ્તારમાં એક જન્મદાત્તા પિતા જ જાણે યમરાજની ભૂમિકામાં હોય તે રીતે બાળકના હાથમાં મોપેડનું સ્ટિયરિંગ આપીને પાછળ બિન્દાસ્ત રીતે બેઠા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. પોતાના બાળકનો જીવ જોખમમાં પિતા મૂકતા હોવાનું સામે આવ્યું છે. મોપેડનું સ્ટિયરિંગ 7થી 8 વર્ષના બાળકના હાથમાં આપી પિતા બેફિકર થઈને પાછળ બેઠાં હોય તેવું સામે આવ્યું છે. 40થી વધુની સ્પીડમાં મોપેડ ચલાવતું ટાબરિયું નાની સરખી ભૂલ કરે તો પિતા તેના માટે યમરાજ પુરવાર થઈ શકે તેમ હોય શકે છે.

નાની ઉંમરના બાળકને આવી રીતે પ્રોત્સાહન આપતા માતા પિતાએ ગંભીરતા સમજવી જોઈએ. જોકે, અહિં પિતા જ જાણે પોતાની કે પોતાના સંતાનની ફિકર ન કરતાં રસ્તા પર નીકળતા વાહન ચાલકોની પણ ફિકર ન કરતાં હોય તેવું સામે આવ્યું છે. પોલીસ આવા લાપરવાહ સામે કાર્યવાહી કરતાં હોય છે. ત્યારે આ ટાબરિયાના પિતાનું લાયસન્સ રદ્દ થાય તેવી સોશિયલ મીડિયામાં માગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *