અયોધ્યા દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુએ ચાલતી ટ્રેનમાં ચઢવાના પ્રયાસમાં ગુમાવ્યો જીવ; જુઓ LIVE વિડીયો

Train Viral Video: રાજસ્થાનથી અયોધ્યા દર્શન કરવા આવેલો એક શ્રદ્ધાળુ ટ્રેનમાં ચડતી વખતે લપસીને પાટા પર પડી ગયો હતો, જેના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અકસ્માત બાદ જીઆરપી અને તેના સાથી આ વ્યક્તિને સરકારી મેડિકલ કોલેજ લઈ ગયા હતા. તે દરમિયાન ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે આ ઘટનાનો CCTV વીડિયો (Train Viral Video) સામે આવ્યો છે.

ટ્રેનમાં પગ લાપસી જતા મોત
CSMT-છાપરા અંત્યોદય અપ એક્સપ્રેસમાં ચડતી વખતે અયોધ્યા દર્શન માટે જઈ રહેલો એક ભક્ત લપસી ગયો હતો. જેના કારણે ગાંધીનગર સેક્ટર 4, ચિત્તોડગઢ રાજસ્થાનમાં રહેતા શ્યામ સુંદર કાવરા (70)એ ચાલતી ટ્રેનમાંથી પડી જતાં તેના બંને પગ ગુમાવ્યા હતા. જે બાદ તેને ગંભીર હાલતમાં મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો.

કમકમાટીભર્યું મોત
સીસીટીવી વિડિયોમાં જોઈ શકાય છે કે છત્રપતિ સાહુજી મહારાજ ટર્મિનલથી છપરા જતી એક્સપ્રેસ ટ્રેન જેવો પ્લેટફોર્મ પરથી આગળ વધવા લાગી, ચિત્તોડગઢના રહેવાસી શ્યામસુંદર કાબરા (70) ટ્રેનમાં ચઢવા લાગ્યા. ત્યારબાદ તેનો પગ લપસી ગયો અને તે સીધો ટ્રેકની નીચે આવી ગયો, જેના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

સીસિસટીવીના વિડીયો આવ્યા સામે
સીસીટીવી વિડિયોમાં જોઈ શકાય છે કે છત્રપતિ સાહુજી મહારાજ ટર્મિનલથી છપરા જતી એક્સપ્રેસ ટ્રેન જેવો પ્લેટફોર્મ પરથી આગળ વધવા લાગી, ચિત્તોડગઢના રહેવાસી શ્યામસુંદર કાબરા (70) ટ્રેનમાં ચઢવા લાગ્યા. ત્યારબાદ તેનો પગ લપસી ગયો અને તે સીધો ટ્રેકની નીચે આવી ગયો, જેના કારણે તેનું મોત થયું.