આખલાએ દુકાનની છત પરથી છલાંગ લગાવતા ઉંધા માથે નીચે પડ્યો- વિડીયો જોઇને હચમચી જશો

વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર પશુ-પ્રાણીઓના ફની વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. જેમાંથી કેટલાક વિડીયો એવા છે કે જેને જોઈને લોકો…

વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર પશુ-પ્રાણીઓના ફની વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. જેમાંથી કેટલાક વિડીયો એવા છે કે જેને જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. જ્યારે, કેટલાક વિડીયો જોઈને યુઝર્સ ચોંકી જાય છે. જો કે, યુઝર્સ આ વિડીયો(Viral video) પર ખુબ જ મજા લે છે. ત્યારે હવે આખલાનો એક ફની વિડીયો(Bull video) સામે આવ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને ખડખડાટ હસી પડશો.

 

View this post on Instagram

 

A post shared by Ajay Attri (@ajayattri_52)

આપણે બધા જાણીએ છીએ કે આખલાનો સ્વભાવ ગુસ્સાવાળો હોય છે. આખલો ક્યારે, ક્યાં, કોના પર હુમલો કરશે તે કંઈ કહી શકાય નહીં? એટલા માટે લોકો આખલાથી અંતર રાખે છે. જો કે, ઘણી વખત આખલો એટલો આક્રમક બની જાય છે, જેને જોઈને લોકોનો પરસેવો છૂટી જાય છે. પરંતુ, આ વાયરલ વીડિયોમાં તમને એક અલગ જ સ્ટાઈલનો આખલો જોવા મળી રહ્યો છે.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક આખલો કોઈક રીતે દુકાનની છત પર ચડી ગયો છે. પરંતુ, આખલોનીચે ઉતરવાનો રસ્તો શોધી શકતો નથી. આખલોઅહીં-ત્યાં ફરવા લાગે છે. જ્યારે આખલાને નીચે ઉતરવાનો રસ્તો ન મળે ત્યારે તે છત પરથી કૂદી પડે છે. આખલો કૂદતા જ રસ્તા પર પડી જાય છે. આખલો જે રીતે કૂદકે છે તે જોઈને લોકો દંગ રહી જાય છે.

વિડીયો જોયા પછી તમે પણ એક ક્ષણ માટે ચોંકી ગયા હશો. હવે આ વિડીયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોને ‘ajayattri_52’ નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ મજેદાર વિડીયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે વિડીયોને લગભગ 70 હજાર લોકોએ લાઈક કર્યો છે. યુજર્સ કહી રહ્યા છે કે, આખલો ત્યાં પહોંચ્યો કેવી રીતે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *