પબ્લિક પ્લેસમાં રીલ બનાવી રહેલી પપ્પાની પરીની જ બની ગઈ Reel, જુઓ વિડીયો

Viral Video: આજકાલ રીલ બનાવવાનો કીડો બધાના માથે સવાર થઈ ગયો છે. કોઈ રીલ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવી રહ્યું છે, તો કોઈ અન્ય લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. ઘણા લોકો તો સાર્વજનિક સ્થળો પર પણ રીલ બનાવી દે છે. બસ તેને મોકો (Viral Video) મળવો જોઈએ. જેવો મોકો મળે છે તો તેઓ રીલ બનાવવાની શરૂ કરી દે છે. આ લોકો રીલ બનાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. હાલમાં જ એવી જ એક રીલબાજ પપ્પાની પરીનો વિડીયો વાયરલ સોશિયલ મીડિયા પર થયો છે. જેમાં તેણે જાહેર જગ્યા પર રીલ બનાવવાનું પરિણામ ભોગવવું પડ્યું હતું.

પપ્પાની પરી સાથે થઈ ગયો કાંડ
વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી બ્લેક સ્કર્ટ પહેરી પબ્લિક પ્લેસ પર રીલ બનાવી રહી છે. તે પોતાનો ફોન એક જગ્યા પર જમીન પર રાખી દે છે અને કેમેરાની સામે ઉભી રહી નાચવા લાગે છે. એવામાં જ એક વ્યક્તિ મોટું બોક્સ લઈને છોકરી તરફ દોડતો આવે છે.

છોકરી ડાન્સ કરવામાં વ્યસ્ત હોય છે. એવામાં તે વ્યક્તિ તે બોક્સને તેની ઉપર પહેરાવીને ભાગી જાય છે. આ છોકરી બોક્સમાં કેદ થઈ જાય છે. છોકરી બોક્સમાંથી બહાર નીકળવા માટે ખૂબ હાથ પગ ચલાવે છે પરંતુ તે નીકળી શકતી નથી અને છેલ્લે તે જમીન પર નીચે પડી જાય છે.

નીચે પડતાની સાથે જ છોકરી જેમ તેમ કરી બોક્સ માંથી બહાર નીકળે છે. બહાર નીકળ્યા બાદ તેની સાથે આવી હરકત કરનાર વ્યક્તિને તે શોધી રહી હતી પરંતુ ત્યાં તેને કોઈ દેખાયું ન હતું. ત્યારબાદ તે ગુસ્સામાં રીલ બનાવવાનું બંધ કરી દે છે અને છોકરી અંતે પોતાનો ફોન ઉઠાવીને ત્યાંથી ચાલતી પકડે છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા વેબસાઈટ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને પાંચ લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. આ વિડીયો જોઈ ઘણા લોકોએ તેને સ્ક્રીપ્ટેડ જણાવ્યું છે. ઘણા લોકોનું કહેવું છે કે આ છોકરી સાથે જે કંઈ પણ થયું તે બિલકુલ સાચું અને સારું થયું છે. આ લોકો એ રીતે નહીં માને અને હવે આ છોકરી આવા પબ્લિક પ્લેસ પર રીલ બનાવતા પહેલા દસ વાર વિચાર કરશે.