યુવતીને ચાલુ ટ્રેનમાં લટકીને રીલ બનાવવી ભારે પડી; વિડીયો જોઈને રૂંવાડા ઊભા થઇ જશે

Train Viral Video: શ્રીલંકાના કોલંબોમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલી ચાઈનીઝ યુવતી રવિવારે ઝાડ સાથે અથડાઈને પડી જતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. આ છોકરી ટ્રેનના પગથિયા પર ઉભી હતી અને તેની મુસાફરીની તસવીરો લેવા અને એક અનોખો વીડિયો શૂટ કરવા બહારની (Train Viral Video) તરફ ઝૂકી રહી હતી, ત્યારે તે એક ઝાડની ડાળી સાથે અથડાઈ અને ચાલતી ટ્રેનમાંથી પડી ગઈ. આ ભયાનક ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે, જેને જોઈને લોકોના મોઢાંમાંથી ચીસ નીકળી જાય છે.

રીલ્સની ચક્કરમાં મોતને હાથમાં લીધું
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચીની ટૂરિસ્ટ ટ્રેનના દરવાજાની રેલિંગ પકડીને ખતરનાક રીતે બહારની તરફ ઝૂકી રહી છે. આ સમય દરમિયાન, તેનો અન્ય મિત્ર તેનું રેકોર્ડિંગ કરી રહ્યો હતો, પરંતુ બીજી જ ક્ષણે છોકરી રીલ માટે ખતરનાક પોઝ આપવાનો પ્રયાસ કરતી વખતે ઝાડ સાથે અથડાઈ.

હચમચાવી નાખતો વિડીયો સામે આવ્યો
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ચીનની યુવતી અને તેનો મિત્ર દેશનો સુંદર દરિયાકિનારો જોવા વેલાવાટ્ટે અને બમ્બલાપીટિયા વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ તેમાંથી એકે પોતાનો જીવ જોખમમાં મૂકીને ચાલતી ટ્રેનના ફૂટબોર્ડ પર ઊભા રહીને રીલ બનાવવાનું શરૂ કર્યું. છોકરી ઝાડથી બચવાનો પ્રયાસ કરે તે પહેલાં જ તે ડાળી સાથે અથડાઈને પડી ગઈ.

લોકોએ વરસાવી ફિટકાર
જો કે વીડિયોમાં દેખાડવામાં આવેલા દ્રશ્યો ડરામણા છે, પોલીસે મીડિયાને જણાવ્યું કે છોકરી ચમત્કારિક રીતે નાની ઈજાઓ સાથે બચી ગઈ.

એવું માનવામાં આવે છે કે મહિલા જે ઝાડીઓમાં પડી હતી તેનાથી માથામાં કોઈ ગંભીર ઈજા થઈ નથી. પ્રવાસીને માત્ર નાના ઉઝરડા આવ્યા છે. જો કે, આ ઘટનાની ગંભીરતા હોવા છતાં, પોલીસે પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સલામતી સુનિશ્ચિત કરવાની સલાહ આપી હતી.