તાલિબાનીઓ પણ પાછા પડે! ઝાડ સાથે બાંધીને માર્યો એવો માર કે, વિડીયો જોઇને આત્મા કંપી ઉઠશે

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બિજનૌર(Bijnor)નો એક વિડીયો વાયરલ(Video viral) થયો છે. જ્યાં મોબાઈલ ચોરી(Mobile theft)ની શંકાએ યુવકને ઝાડ સાથે બાંધી લાકડીઓ વડે તાલિબાની(Taliban)ઓની જેમ માર મારવામાં આવ્યો હતો. યુવકને 1 મિનિટમાં 22 વખત લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. તેને તેના બંને પગમાં લાકડીઓ મારવામાં આવી હતી અને સજા ફટકારવામાં આવી હતી. આ દરમિયાન પીડિત યુવક બચાવો-બચાવોની બૂમો પડતો રહ્યો હતો. પરંતુ કોઈએ તેની વાત ન માની અને આરોપી તેને મારતો રહ્યો.

વિડીયો વાયરલ થયા બાદ આ ગંભીર મામલો પોલીસના ધ્યાને આવ્યો હતો. પોલીસ દ્વારા પીડિત યુવક વિરુદ્ધ ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની  શોધખોળ ચાલી રહી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકની હાલત ખૂબ જ ખરાબ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના અફઝલગઢના મનિયા ગામમાં બની હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

એક મિનિટ 45 સેકન્ડના વિડિયોમાં ઇર્શાદ વારંવાર અન્ય લોકોથી દૂર જવા અને પોતાને બચાવવા માટે વિનંતી કરી રહ્યો છે, પરંતુ આરોપી તેને સતત મારતો રહે છે. પીડિતાના ભાઈ રિઝવાને જણાવ્યું કે, ઈર્શાદની સારવાર કરવામાં આવી હતી. કોટવાલ મનોજ કુમાર સિંહે કહ્યું કે, ઇર્શાદના તહરિર પર રાશિદ, તેના પુત્ર આકિબ, સલીમ અને પત્ની રૂખસાના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં તો પોલીસ દ્વારા રાશિદ, આકિબ અને સલીમની ધરપકડ કરવામાં આવી છે.

અફઝલગઢ કોટવાલ મનોજ કુમાર સિંહનું કહેવું છે કે, ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકના ભાઈની ફરિયાદ પર ચાર લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આ ઘટનામાં ફોન ચોરાઈ ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આ અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *