મોતને માત આપતો વિડીયો- મહિલા ઉપરથી પસાર થઇ ગઈ આખેઆખી ટ્રેન- જુઓ કેવી રીતે થયો ચમત્કારિક બચાવ

કહેવાય છે કે ‘જેની રક્ષા ભગવાન પોતે કરે છે તેને કોઈ મારી શકતું નથી’. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ફિરોઝાબાદ(Firozabad) જિલ્લાના રેલ્વે સ્ટેશન(Railway…

કહેવાય છે કે ‘જેની રક્ષા ભગવાન પોતે કરે છે તેને કોઈ મારી શકતું નથી’. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ફિરોઝાબાદ(Firozabad) જિલ્લાના રેલ્વે સ્ટેશન(Railway station) પર ગોમતી એક્સપ્રેસ ટ્રેન(Gomti Express train)માં ચડતી વખતે એક મહિલા પાટા પરથી નીચે પડી જાય છે અને ટ્રેન તેના પરથી ચાલી જાય છે. ટ્રેન પસાર થયા પછી પણ મહિલાનો જીવ બચી ગયો હતો. જેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના ફિરોઝાબાદના રેલવે સ્ટેશનની છે, જ્યાં સાંજે ફિરોઝાબાદ સ્ટેશન પર ગોમતી એક્સપ્રેસ ટ્રેન ઓછી સ્પીડમાં ચાલી રહી હતી. જ્યારે કુસુમ લતા શર્મા નામની એક મહિલાએ ચાલતી ટ્રેન, ગોમતી એક્સપ્રેસમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેનો પગ લપસી જાય છે અને તે ટ્રેકની બાજુની જગ્યામાં પડી જાય છે. જયારે આ જોઈને નજીકમાં ઉભેલા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાય જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ખી ટ્રેન મહિલા ઉપરથી પસાર થઇ જાય છે: 
લોકો મહિલાને ઉપાડી શકે તે પહેલા આખી ટ્રેન મહિલા ઉપરથી પસાર થઈ ગઈ હતી. પરંતુ આખી ટ્રેન ઉપરથી નીકળી ગયા પછી પણ તે સ્ત્રી એકદમ ઠીક હતી. ટ્રેન ગયા પછી તેને ટ્રેકની બાજુમાંથી સુરક્ષિત રીતે ઉપાડી લેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર મહિલા કાનપુર કિડવાઈ નગર 393 વાય બ્લોકની રહેવાસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *