હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહેલ વિડીયોને લઈ એક જાણકારી સામે આવી રહી છે. અમેરિકામાં સુરક્ષામાં ચૂકનો મોટી ઘટના સામે આવી રહી છે. અમેરિકામાં આવેલ લાસ વેગાસના એરપોર્ટ પર એક ફ્લાઇટ ટેક ઓફ કરવાની હતી ત્યારે યાત્રીઓની નજર ફ્લાઇટની પાંખ પર ચડેલા એક વ્યક્તિ પર પડી હતી.
આતંકી હુમલાની આશંકા સાથે પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓને આ પછી કોલ કરવામાં આવ્યો હતો. લોકો ભયના માર્યા બૂમ પાડવા લાગ્યા હતાં. આ ઘટનાનો આતંકવાદની સાથે કોઇ જોડાણ ન હતું પરંતુ વ્યક્તિએ વીડિયો બનાવવાના ચક્કરમાં પ્લેનની પાંખ પર ચડીને બેઠો હતો.
વળી જ્યારે સુરક્ષાકર્મી તેને ઉતારવા માટે પહોંચ્યા તો તે ભાગવા લાગ્યો હતો. ચક્કરમાં લપસીને નીચે પડી ગયો હતો. જો કે, હાલમાં આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. શનિવારે મૈકરન આંતરાષ્ટ્રીય હવાઇ અડ્ડા પર એક વ્યક્તિ અલાસ્કા એરલાઇન્સ વિમાનની ડેન પર ચડ્યો હતો.
આ પ્લેનમાં સવાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ અંદાજે 45 મિનિટ સુધી રહ્યો હતો. લાસ વેગાસથી પોર્ટલેન્ડ જઇ રહેલ વિમાનના પાયલટે એક વ્યક્તિને ઉડાન પહેલા પ્લેનની પાસે આવતો જોયો હતો. તેણે નિયંત્રણ ટાવરમાં આ મામલે જાણ કરી હતી. યાત્રી ઇવાંસે આ ઘટનામાં વીડિયો બનાવ્યો છે.
તેણે ફેસબુક પર પોતાના પેજને પોસ્ટ કર્યું છે. તેણે જણાવ્યું હતું કે, અમે આ વ્યક્તિને પ્લેનના ડેને પર જોઇને ચોંકી ગયા. અમને લાગ્યું કે, શું આ કોઇ આતંકી ઘટના છે? આ દરમિયાન યાત્રીઓને વિમાનમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. આ વ્યક્તિને વિમાનથી ઉતરવાનું જણાવ્યું હતું. ત્યારપછી પોલીસે હવાઇ અડ્ડા પર ગેરકાનૂની રીતે આવી ગયેલ આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે હાલમાં તપાસ ચાલી રહી છે કે, તે ડેને સુધી કેવી રીતે પહોંચ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle