પત્ની બોયફ્રેન્ડના ખોળામાં બેસીને કરતી હતી રોમાન્સ, અચાનક આવી ગયો પતિ; જુઓ વિડીયો

Romance Viral Video: આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થાય છે. જે જોઈને આપણને આશ્ચર્ય થાય છે. એમાં એવા ઘણા વીડિયો હોય છે, જેમાં કોઈ યુવતી (Romance Viral Video) પોતાના જ ભાઈથી છોકરી પ્રેગ્નેન્ટ થવાની વાત કરતી હોય અથવા તો કોઈ સ્ત્રી તેના સાવકા પુત્ર સાથે લગ્ન કરે છે, ઘણા વીડિયોમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ સામે આવ્યા છે.

આજે અમે તમને એવો જ એક ચોંકાવનારો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમને પતિને દગો આપતી પત્નીનું નાટક જોવા મળી રહ્યું છે. વીડિયોમાં મહિલા બંધ રૂમમાં તેના બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરવામાં વ્યસ્ત હતી, જ્યારે તેનો પતિ દરવાજો ખોલીને અંદર પ્રવેશે છે તો મહિલા તરત જ ઘૂંટણ પર બેસી જાય છે અને એવા કામ કરવા લાગે છે, જેને જોયા પછી વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે.

જુઓ તો ખરા આ આયુવતીનું કારસ્તાન!
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘરનો દરવાજો બંધ છે. અંદર એક મહિલા તેના બોયફ્રેન્ડના ખોળામાં બેઠી છે. બંને એકબીજા સાથે રોમાન્સ કરવાના મૂડમાં છે. ત્યારે અચાનક રૂમનો દરવાજો ખુલે છે અને મહિલાનો પતિ અંદર આવે છે. દરવાજો ખોલતાની સાથે જ મહિલા કૂદીને જમીન પર બેસી જાય છે. મહિલાના પતિને જોઈને બોયફ્રેન્ડ પણ એક ક્ષણ માટે ડરી જાય છે અને પોતાના બંને હાથ ઉંચા કરી લે છે. એવું લાગે છે કે તેણે ડરથી આત્મસમર્પણ કર્યું હોય. પતિને જોઈને જ મહિલા ઘૂંટણિયે બેસીને તે તેના બોયફ્રેન્ડ પાસેથી આશીર્વાદ માંગવા લાગે છે. ઓફિસથી આવેલો પતિ પરેશાન દેખાઈ રહ્યો છે. બીજી બાજુ બોયફ્રેન્ડ આર્શીવાદ આપી રહ્યો છે. આ જોઈને પતિ પણ તરત જ ઘૂંટણિયે પડી જાય છે.

મનોરંજનના હેતુથી બનાવ્યો આ વિડીયો
આ દરમિયાન પતિ-પત્ની ઘૂંટણિયે જમીન પર બેઠા છે, જ્યારે મહિલાનો બોયફ્રેન્ડ ઊભો રહીને તેને આશીર્વાદ આપી રહ્યો છે. જોકે, આ વીડિયો મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે, કારણ કે, પોતાને મહિલાના પતિ તરીકે ઓળખાવાનાર વ્યક્તિએ તેના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. મહિલાનો પતિ બનનાર પુરુષનું નામ ઇબુકા ઇઝ છે, જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. ઈબુકાના આ વીડિયોને લોકો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 કરોડ 55 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, તેને 2 લાખ 58 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે, જ્યારે તેને 56 હજારથી વધુ વખત શેર કરવામાં આવ્યું છે. વીડિયો પર 5 હજાર 400થી વધુ કમેન્ટ્સ આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Ebuka Eze (@ebuka_hero)

લોકોએ વરસાવ્યો કમેન્ટ્સનો મારો
આ વીડિયો પર કમેન્ટ કરતા ડેવિડ નામના વ્યક્તિએ લખ્યું છે કે, “આજકાલ મોટાભાગના લગ્નોમાં આવું જોવા મળી રહ્યું છે. હું ફક્ત ભગવાનને પ્રાર્થના કરું છું કે મને લગ્ન કરવા માટે વિશ્વાસુ સ્ત્રી શોધવામાં મદદ કરો. હું માનું છું કે આજે પણ ઘણી સારી અને વફાદાર મહિલાઓ છે.” જેન નામની મહિલાએ કોમેન્ટ કરી છે કે “આ એક અનુભવ છે.

મને તે ગમ્યું કારણ કે બંનેએ કોઈને નુકસાન પહોંચાડ્યા વિના તેને સારી રીતે સંભાળ્યું.” એમી મોન્ટેરીએ લખ્યું કે “હું ઈચ્છું છું કે ભગવાન પુરુષોની આંખો ખોલે જેથી તેઓ જોઈ શકે કે મોટાભાગની મહિલાઓ બંધ દરવાજા પાછળ શું કરે છે. પુરુષોએ હંમેશા પોતાની પત્નીને વધુ સમય અને ધ્યાન આપવું જોઈએ.” તે જ સમયે, લિયો નામના વ્યક્તિએ ટિપ્પણી કરી છે કે “હું સમજું છું કે આ મજાક છે, પરંતુ ખરેખર તો ઘણા ઘરોમાં દરરોજ આવું થાય છે.”