ન્યુ દિલ્લી: ઘણી વખત કોઈ વ્યક્તિ પોતાને એટલો હોંશિયાર માને છે કે, સામેની વ્યક્તિની બુદ્ધિ પર તેને કોઈ વિશ્વાસ હોતો નથી. દેશ-વિદેશમાં બધે ચોરીના બનાવો સામાન્ય થઇ ગયા છે. કેટલાક લોકો નાની-મોટી ચીજો ચોરીને સંતોષ મેળવે છે, તો કેટલાક મોટી ચોરીઓ પણ કરે છે. આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ ઝવેરાતની દુકાનમાંથી ચોરી કરીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તેના નસીબને કંઈક બીજું મંજૂર હતું.
ટ્વિટર પર ચોરીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓ એક જ્વેલરી શોપનો છે. આમાં એક વ્યક્તિ ઝવેરાતની દુકાનમાંથી સોનાની ચેન ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તે પછી કંઈક એવું થાય છે કે તેણે તે ચેન પોતે દુકાનદારને પાછી આપવી પડી છે. આ ટ્રેન્ડીંગ વીડિયો જોઈને સમજાય છે કે, ઘણી વખત લોકોએ પોતાના મગજની સાથે બીજાના મગજ પર પણ વિશ્વાસ રાખવો જોઈએ.
— people who died but are doing well (@jamorreram0) June 27, 2021
ઝવેરાતની દુકાનમાં સામાન્ય રીતે સુરક્ષાને ખૂબ વિશિષ્ટ રાખવામાં આવે છે. આ વિડીયોમાં જે જ્વેલરી શોપ દેખાય છે, તેમાં પણ કંઇક આવું જ છે. ખરેખર, આમાં ગ્રાહક દુકાનમાં પ્રવેશતાની સાથે જ દરવાજો આપમેળે બંધ થઈ જાય છે. આ પછી ગ્રાહક જાતે બહાર નીકળી શકતો નથી. જ્યારે આ વ્યક્તિ સોનાની ચેન પહેરીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેને સમજમાં આવ્યું કે દરવાજો બંધ હતો.
આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. જ્યારે વ્યક્તિને તેની ભૂલની ખબર પડી, ત્યારે તે ચેન પાછી આપી દીધી પણ તે પોતાને પોલીસથી બચાવી શક્યો નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.