સુરતમાં કારીગરોની બંધક બનાવી એમ્બ્રોડરીના ૨૦ લાખના મશીનની લુંટ

સુરત(ગુજરાત): સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની કરીને લોકોમાં લૂંટ મચાવે છે. હાલમાં ખુલ્લેઆમ અસામાજિક તત્વો પોતાની લુટ ચલાવી રહ્યા છે. આ દરમિયાન ફરીવાર એવો…

સુરત(ગુજરાત): સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની કરીને લોકોમાં લૂંટ મચાવે છે. હાલમાં ખુલ્લેઆમ અસામાજિક તત્વો પોતાની લુટ ચલાવી રહ્યા છે. આ દરમિયાન ફરીવાર એવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં સુરતમાં પાંડેસરા વિસ્તારની તુલસીધામ સોસાયટીના એક કારખાનામાં બે કારીગરોને બંધક બનાવી હુમલાખોરો રૂપિયા 20 લાખના એમ્બ્રોડરીના મશીન સહિત 20.92 લાખની મતાની લૂંટ કરી ફરાર થઇ ગયા છે. વતનવાસી મિત્રોને ધંધો શીખવ્યા બાદ હિસ્સેદારી અને રૂપિયા 30 લાખ નહીં આપતા જીતલાલ પાલ અને મનોજ પાલે સોપારી આપી લૂંટ કરાવી હોવાનો કારખાનેદાર અરૂણેશ ત્રિવેણી પાઠક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

એટલું જ નહીં પણ બંધક અને લૂંટના આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ભોલા જૈસવાલનું નામ પોલીસે ફરિયાદમાં ન લખ્યું હોવાનો પણ આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. અરૂણેશ પાઠક (કારખાનેદાર)એ જણાવ્યું હતું કે, તેઓ એમ્બ્રોડરીના કારખાનેદાર છે. મળતી માહિતી મુજબ, થોડા સમય પહેલાં યુપી પ્રતાપગઢના વતનવાસી જીત અને મનોજ પાલે વેપારની આવડત શીખવવા મદદ માંગી હતી.

પોતાના કારખાનામાં બન્ને ભાઈઓને વેપારને લગતા તમામ દાવ-પેચ શીખવી દીધા બાદ બન્ને ભાઈઓએ મારા ધંધામાં ભાગીદારી માંગી વિવાદ કર્યો હતો. એટલું જ નહીં પણ ભાગીદારી ન આપો તો 30 લાખ રોકડ આપી દો એમ પણ કહ્યું હતું. ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, મેં ભાગીદારી અને રોકડ નહિ આપતા બન્ને પાલ ભાઈઓએ ભોલા જૈસવાલને મારી સોપારી આપી દીધી હતી. 13 માર્ચ 2021ના રોજ ભોલા જૈસવાલે મને બોલાવી રોકડ આપી દેવા ધમકી આપી હતી.

હું તાબે ન થયો તો ભોલા જૈસવાલે જ કારખાનામાં માણસો મોકલી બંધક બનાવ્યા બાદ લૂંટ ચલાવી છે. આ વાતની જાણ આજે સવારે મને થયા બાદ મેં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસ દ્વારા બે જ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોપારી આપનાર અને સોપારી લેનારનું નામ પૂછપરછમાં કહ્યા બાદ પણ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યું નથી. એનો જવાબ તો પોલીસ જ આપી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *