મોલના પાર્કિંગમાં સામાન રાખવામાં વ્યસ્ત હતા મા-બાપ અને કાર નીચે કચડાઈ ગઈ દોઢ વર્ષની બાળકી; જુઓ વિડીયો

Agra Viral Video: ઘણીવાર માતા-પિતાની બેદરકારીનું પરિણામ બાળકોને ભોગવવું પડે છે. આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચુક્યા છે, ત્યારે આજે ફરી એકવાર પરિવારના સભ્યોની બેદરકારીને કારણે બાળકએ જીવ ગુમાવ્યો છે. જી હા…આગ્રામાં(Agra Viral Video) પણ એક બાળકને તેના માતા-પિતાની બેદરકારીનું પરિણામ ભોગવવું પડ્યું. તેનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ કહે છે કે આમાં માતા-પિતાની ભૂલ છે.

કારે બાળકીને ટક્કર મારી
મામલો આગ્રાના એક મોલનો છે. વીડિયોમાં જોવા મળે છે કે માતા-પિતા ટ્રોલીમાં સામાન લઈને મોલના પાર્કિંગમાં ઉભા છે અને કદાચ સામાન કારમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની દોઢ વર્ષની પુત્રી નજીકમાં હતી ત્યારે એક કાર ત્યાં પહોંચી અને બાળકીને તે જ કારે ટક્કર મારી.

લોકોએ માતાપિતાને દોષી ઠેરવ્યા
કારની ટક્કર બાદ બાળકી રડવા લાગી અને પછી તેની માતાનું ધ્યાન પડ્યું ત્યારે થોડીવાર તો બધા હચમચી ગયા હતા. જે બાદ છોકરીને બહાર કાઢી હતી. તેમજ કારમાં સવાર લોકો પણ બહાર આવી ગયા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાર સવારે બાળકીને તેના પિતા સાથે હોસ્પિટલ લઈ જવામાં સહેજ પણ વિલંબ કર્યો ન હતો. બાળકીની હાલત વિશે માહિતી મળી નથી, પરંતુ આ ઘટના બાદ ઘણા લોકો માતા-પિતાને દોષી ઠેરવી રહ્યા છે.

લોકોએ આપી પ્રતિક્રિયા
એકે લખ્યું કે હું ક્યારેય મારા બાળકોનો હાથ નથી છોડતો, મને ડર લાગે છે. એકે લખ્યું કે ડ્રાઇવરની કેટલી ભૂલ છે તે ખબર નથી, પરંતુ માતા-પિતાની બેદરકારી સ્પષ્ટ દેખાય છે. બીજાએ લખ્યું કે તેમાં ડ્રાઇવરની ભૂલ નથી. છોકરી નાની હતી, તેથી તે તેને જોઈ શકતી નહોતી. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે, આ અકસ્માત માટે માતા-પિતા જવાબદાર છે. જો કોઈએ આ બાળકને તેડી લીધું હોત તો આ પ્રકારની ઘટના ન બની હોત. એકે લખ્યું કે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે બંને યુવતી પર ધ્યાન નથી આપી રહ્યા. એ બંનેનો દોષ છે.