Viral Video: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાંથી રસ્તા વચ્ચે મારામારીના ખૂબ જ શરમજનક સમાચાર આવ્યા છે. જ્યાં લડાઈમાં બંને પક્ષોએ(Viral Video) તમામ હદ વટાવી દીધી હતી. જી હા…રસ્તા પર બે પક્ષો વચ્ચે થયેલી આ લડાઈમાં મહિલાઓના કપડા પણ ફાટી ગયા હતા.
ઘટના દરમિયાન કોઈએ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. વીડિયોની નોંધ લેતા પોલીસે આ મામલામાં બંને પક્ષના 2 લોકોની અટકાયત કરી છે. ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર બે લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
નવી મંડી કોતવાલી વિસ્તારનો મામલો
આ સમગ્ર ઘટના નવી મંડી કોતવાલી વિસ્તારના અલમાસપુર ગામની છે. જ્યાં રવિવારે બે મહિલા પાડોશી મીના અને રશ્મિ વચ્ચે જુનો વિવાદ ચાલી રહ્યો હતો અને વિવાદ વધતા મારામારીનું સ્વરૂપ લઇ લીધું હતું. ત્યારે આ મારામારી દરમિયાન બંને પક્ષોએ એકબીજાની મહિલાઓના કપડા પણ ફાડી નાખ્યા હતા.
मुज़फ्फरनगर के नई मंडी इलाके के अलमासपुर में मुकदमा वापस न लेने पर दलित परिवार को सरेआम पीटा गया। जिसमे पिटाई के दौरान महिला निर्वस्त्र भी हो गई। इसकी कई वीडियो वायरल है। पुलिस ने संगीन धाराओं में FIR दर्ज कर ली है। pic.twitter.com/xprAkYf3BJ
— TRUE STORY (@TrueStoryUP) September 4, 2024
પોલીસે આ ઘટનાની નોંધ લીધી
આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી બંને પક્ષના બે જણની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે માહિતી આપતા સીઓ નાઇ મંડી રૂપાલી રાવે જણાવ્યું હતું કે જૂની દલીલ અને અદાવતના કારણે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બંને પક્ષના લોકોને ઈજા પહોંચી હતી. આ કેસમાં બંને પક્ષના એક-એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કેસ નોંધ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App