થોડી તો શરમ કરો! પાછળ મરેલો ભાઈ પડ્યો હતો અને બહેને બનાવી રીલ, જુઓ વિડીયો

Viral Video: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વિડીયો ક્લિપ ખરેખર ચોંકાવનારી છે. આ વિડીયો એ બહેનનો છે જે પોતાના સગા ભાઈના મોત પર પણ રીલ (Viral Video) બનાવવાથી ચૂકી નહીં. વીડિયોમાં જોઈ શકાય છે કે પાછળ ભાઈનો મૃતદેહ પડ્યો છે. ભાભી પોક મૂકીને રડી રહી છે અને નણંદ તમામ હદો પાર કરી રહી છે. વીડિયો જોઈ લોકો વિચારમાં પડી ગયા છે.

ભાઈના મૃત્યુ સમયે રીલ બનાવતી આ મહિલાએ સાબિત કરી દીધું છે કે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે કેટલાક લોકો કઈ હદ સુધી જઈ શકે છે. વીડિયો જોઈ લોકોનું ભડકવું સ્વાભાવિક છે કારણકે આ દુઃખદ ક્ષણોમાં આ પ્રકારે કરવું એ સમાજ માટે એક મોટો પ્રશ્ન છે.

વાયરલ થઈ રહેલ વીડિયોમાં તમે જોશો કે એક રૂમમાં એક લાશ પડી છે. બાજુમાં બેઠેલી પત્ની ખૂબ રડી રહી છે. નજીકમાં જ મૃતકની બહેન પણ બેઠેલી છે. આ રૂમમાં બીજી એક મહિલા પણ હાજર છે. આ દરમિયાન મૃતકની બહેન રીલ બનાવતા સ્થાનિક ભાષામાં કહે છે ભાભી રડો નહીં, જન્મ મૃત્યુ આપણા હાથમાં નથી. માણસને ક્યારે શું થઈ જાય તે કોઈ નથી જાણતું.

જુઓ વાયરલ વિડીયો

 

View this post on Instagram

 

A post shared by Rajeev Kumar (@noble_mobile_shopee)

Instagram હેન્ડલ પર 16 જાન્યુઆરીના રોજ આ વીડિયો ક્લિપ અપલોડ કરવામાં આવી હતી. યુઝરે લખ્યું હતું કે ભાભી કા સુહાગ ઉજળ ગયા, નણંદ જીલ શૂટ કર સમજાવી રહી. કેટલાક લોકો એ અને માનસિક રીતે અસ્થિર ગણાવી હતી અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

બેચરની તમામ હદો પાર
એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું કે instagram પર રિલ બનાવવાના ચક્કરમાં લોકો તમામ હદો પાર કરે છે. બીજા વ્યક્તિએ લખ્યું કે માણસાઈ કઈ તરફ જઈ રહી છે? અન્ય એક વ્યક્તિએ લખ્યું કે લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો કહેવું ભૂલી ગઈ આ બાય. બીજાએ તુઝારે લખ્યું કે બસ આ જ જોવાનું બાકી રહી ગયું હતું.