રીલ બનાવવાનું ભૂત ક્યારેક બાળકોનો લેશે જીવ, માતા-પિતાની આંખ ઉઘાડતો જુઓ વિડીયો

Viral Video: રીલ્સ બનાવવાનું ભૂત આજકાલ લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે, લોકોની આ હરકતના કારણે ઘણી વાર એમને તો ઠીક બીજાના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. તેમનો ઉદ્દેશ્ય બસ એટલો જ હોય છે, તેમની રીલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ જાય. પણ ઘણી વાર રીલ બનાવવાનું ભૂત તેમને અસલ જિંદગીમાં ખૂબ જ ભારે પડી શકે છે. હાલમાં જ એક આવી ઘટના સામે આવી છે, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ નારાજ થઈ રહ્યા છે.

મહિલાની બેદરકારીનો વિડ્યો વાયરલ
29 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા હાઈવેની બાજુમાં કેમેરા રાખીને રીલ બનાવી રહી છે. તેની સાથે એક બીજો પણ કેમેરા છે, જેમાં તે ડાન્સ કરી રહી છે. મહિલાના બેકગ્રાઉન્ડમાં સફેદ જેકેટ પહેરેલી નાની બાળકી રસ્તા તરફ જતી દેખાઈ રહી છે.

આ દરમ્યાન કાળું જેકેટ પહેરેલ એક બાળક મહિલા પાસે આવે છે અને તેને ઈશારાથી જણાવે છે કે, બાળકી રસ્તા તરફ જઈ રહી છે. આ જોઈ મહિલા તરત કેમેરા છોડી બાળકીને પકડવા દોડે છે અને તેને પકડીને પાછી કેમેરા પાસે આવી જાય છે.

લોકોએ વિડીયો જોઈને ફિટકાર વરસાવી
આ વીડિયો વાયરલ જોઈ લોકો તેને ખરાબ પેરેન્ટિંગનું ઉદાહરણ ગણાવી રહ્યા છે અને મહિલાની ખૂબ ટીકા કરી રહ્યા છે. અમુક લોકો કહી રહ્યા છે કે રીલ બનાવવાના ચક્કરમાં કોઈ આટલા બેજવાબદાર કેવી રીતે હોઈ શકે કે તેને એટલો પણ અહેસાસ ન હોય કે તેની બાળકી હાઈવે પર જતી રહી.

માતાની લાપરવાહી પર સવાલો ઉભા થયા
આ વીડિયો જોયા બાદ મોટા ભાગના લોકો માતાની લાપરવાહી પર સવાલો ઉભા કરી રહ્યા છે. કેટલાય લોકો રીલ કલ્ચર પર પણ કટાક્ષ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે, રીલ બનાવવાના ચક્કરમાં લોકો પોતાની જવાબદારીઓ ભૂલી ગયા છે અને પોતાના બાળકોની પણ ચિંતા કરતા નથી.