Viral Video: સોશિયલ મીડિયા(Social media) પર એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને નેટીઝન્સ ગુસ્સે છે. વાયરલ ક્લિપમાં કેટલાક લોકો સફારી રાઈડની મજા લેતા જોવા મળે છે. પરંતુ વાહન વાઘ(tiger)ની અવરજવરના વિસ્તારમાં પહોંચતાની સાથે જ વાઘ ભડકે છે. આ પછી ગુસ્સે થઈને તે પ્રવાસીઓ તરફ કૂદવાનો પ્રયાસ કરે છે. આ જોઈને કારની અંદર બેઠેલી મહિલાઓ ડરથી જોર જોરથી ચીસો પાડવા લાગી.
આ વીડિયો કથિત રીતે ઉત્તરાખંડ(Uttarakhand)ના જિમ કોર્બેટ નેશનલ પાર્ક(Jim Corbett National Park)નો હોવાનું કહેવાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેના વિસ્તારમાં વાહનોની અવરજવર વાઘને ગુસ્સે કરે છે. આ પછી ગુસ્સે થઈને તે કારમાં બેઠેલા પ્રવાસીઓને ધમકાવવાનો પ્રયાસ કરે છે. આ પછી શું થાય છે, તમે જાતે જ વીડિયોમાં જુઓ…
Striped monk gets irritated 😣
What will you do if at every designated hours people crash into your house as their matter of right? pic.twitter.com/4RDCVLWiRR— Susanta Nanda (@susantananda3) April 26, 2023
વાઘના હાવભાવ જોઈને લાગે છે કે તે તેની હાજરીથી બિલકુલ ખુશ નથી. પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે તેની ચેતવણીની કોઈ અસર થતી નથી, ત્યારે તે પ્રવાસીઓ તરફ કૂદવાનો પ્રયાસ કરે છે. આ જોઈને કારમાં બેઠેલી મહિલાઓ ડરી જાય છે અને ચીસો પાડવા લાગે છે.
IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. તેણે લોકોને પૂછ્યું છે કે, જ્યારે કોઈ તમારા ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે તો તમે શું કરશો? IFS એ વીડિયો દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે વાઘ પણ જંગલમાં વારંવાર ફરવાને કારણે ચિડાઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.