સોશિયલ મીડિયા પર ઘણીવાર જાનવરોનો અથવા તો કોઈ વ્યક્તિના ઘણાં વીડિયો વાયરલ થતાં રહેતાં હોય છે. એને લોકો ખુબ મોટી સંખ્યામાં જોતા હોય છે તથા શૅર પણ કરતાં હોય છે. આવો જ એક વીડિયો હાલમાં ઇન્ટરનેટ (Internet) પર ધૂમ મચાવી રહ્યો છે.
એમાં એક બાળક રોડ પર ભાંગડા કરી રહ્યો છે તથા કુલ 2 કૂતરા એને જોઈ રિએક્શન આપી રહ્યા છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો ક્યાંનો છે, એ તો હજુ જાણી શકાયું નથી પણ IPS અધિકારી દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર આ વીડિયોને શૅર કર્યો છે.
આની સાથે જ તેઓએ મેસેજ લખ્યો છે કે, મુસીબતના દરવાજા પર ઊભા રહી ચિંતામુક્ત રીતે આનંદ કરવાની કળા આપણે આ બાળકની પાસેથી શીખવી જોઈએ. કેટલાંક બાળકો તેમજ વડીલો પણ દરવાજો હોવા છતાંય ડરી જતા હોય છે પરંતુ આ બાળક મજા માણી રહ્યો છે.
આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કુલ 2 બાળકો સાઇકલ લઈને ક્યાંક જઈ રહ્યા હોય છે ત્યારે એક ઘરની અંદર કુલ 2 નાના કૂતરા તેમને જોવા મળે છે. ત્યારપછી એમાંથી એક બાળક દરવાજાની બીજી બાજુ ઊભેલા કૂતરાઓની સામે પહોંચી જાય છે તથા ભાંગડા કરવાની શરૂઆત કરી દે છે.
કૂતરાઓને કંઈ સમજમાં જ નથી આવતું કે બાળક શું કરી રહ્યું છે. કૂતરાઓ બાળકને ભાંગડા કરતું જોઈ ઉછળી ઉછળીને ભસવા લાગે છે. જ્યારે બાળક ભાંગડા કરવાનું બંધ કરે છે તો કૂતરા પણ અટકી જાય છે. જ્યારે બાળક ફરી નાચે છે તો કૂતરા પણ ફરીથી શરુ થઈ જાય છે.
IPS અધિકારી દીપાંશુ કાબરાએ શૅર કરેલ વીડિયોને અત્યાર સુધીમાં કુલ 1,27,000થી વધારે લોકો દ્વારા જોવામાં આવ્યો છે. કુલ 1,600થી વધારે લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે. આની ઉપરાંત કુલ 322 યૂઝર્સે આ વીડિયો પર રિએક્શન આપ્યા છે. માત્ર 49 સેકન્ડના આ વીડિયોને કુલ 287 લોકોએ રિટ્વીટ કર્યો છે.
मुसीबत के द्वार पर खड़े होकर बेफ़िक्री से मज़े करने की कला हमें इस बच्चे से सीखनी चाहिए. ??
बहुत से बच्चे और बड़े भी दरवाज़ा होने के बावजूद डर जाते हैं but he just kept on enjoying… Loved it. pic.twitter.com/vTZ6FTpAkl— Dipanshu Kabra (@ipskabra) October 4, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle