પ્રેમીની પત્નીને પ્રેમિકાએ કહ્યું મારી બધી પ્રોપર્ટી લઈ લે, બસ તારો પતિ મને દઈ દે- વાંચો સત્ય ઘટના

57 વર્ષની એક સરકારી મહિલા ઓફિસર ને પોતાનાથી જુનિયર ૪૫ વર્ષના સહકર્મી સાથે એટલો બધો પ્રેમ થઈ ગયો કે એક દિવસ તે તેના ઘરે પહોંચી ગઇ અને તેની પત્નીને કહ્યું કે મારી બધી પ્રોપર્ટી લઈ લે અને તારો પતિ મને આપી દે. હેરાન કરી દે તેવો કિસ્સો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલનો છે.

આ મામલો ભોપાલના ફેમિલી કોર્ટમાં 17 એપ્રિલ બાદ કાઉન્સિલિંગ માટે આવ્યો હતો. આ મામલાની કાઉન્સિલિંગ કરી રહેલી કાઉન્સેલર સરિતા રાજાની એ આ મામલે જાણકારી આપી હતી.

સરિતાએ જણાવ્યું કે મધ્યપ્રદેશના સરકારી વિભાગમાં મહત્વના પદ પર નિયુક્ત રહેલી મહિલા સરકારી ઓફિસરે પોતાના પતિ નું દસ વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ તેના વહુ અને દીકરો પણ તેની સાથે તિરસ્કારની ભાવના રાખવા લાગ્યા. એવામાં તેની સાથે કામ કરતા ૪૫ વર્ષના એક સહકર્મી સાથે નજીકી વધવા લાગી.

કોરોનાવાયરસ ને કારણે ચાલી રહેલા દેશવ્યાપી lockdown માં 25 માર્ચથી એકલી રહેવા દરમિયાન મહિલાના પોતાના પ્રેમીની ખૂબ યાદ આવવા લાગી ૧૭ એપ્રિલના રોજ તે પ્રેમી ના ઘરે પહોંચી ગઇ. રસોડામાં કામ કરી રહેલી પ્રેમીની પત્ની જ્યારે રસોડામાંથી બહાર આવી તો હેરાન રહી ગઈ.

મહિલા સરકારી ઓફિસર ને ત્યાં જ પોતાના પ્રેમીની પત્નીને કહ્યું કે તે બધી પ્રોપર્ટી લઈ લે પરંતુ તેનો પતિ મને આપી દે. આ સાંભળતા જ ઘરમાં હંગામો મચી ગયો અને મહિલાના બહુ મને દીકરો પણ ત્યાં આવી પહોંચ્યા. ત્યાર બાદ આ સમગ્ર મામલો ફેમિલી કોર્ટમાં કાઉન્સેલિંગ માટે ગયો.

આ મામલો વધારે ત્યારે બગડ્યો જ્યારે પતિએ પણ પોતાની પત્નીને કહી દીધું કે તે મહિલાને એકલી નહીં છોડી શકે.તેના પર પત્નીનું કહેવુ છે કે 14 વર્ષ બાદ પતિએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો તે તેને ક્યારેય માફ નહીં કરી શકે. ત્યારબાદ સતત બન્ને પક્ષોને સમજાવવામાં આવી રહ્યા છે.

આ મામલો ૧૯૯૭ માં આવેલી ફિલ્મ જુદાઈ ની જેવો લાગી રહ્યો છે જેમાં ઉર્મિલા માંતોડકર ને પોતાના લગ્નજીવન સહકર્મી અનિલ કપૂર સાથે પ્રેમ થઈ જાય છે.તે અનિલ કપૂરની પત્ની શ્રીદેવી અને દોલત ના બદલે અનિલ કપૂરને માંગી લે છે જેને શ્રીદેવી સ્વીકાર કરી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *