Virat Kohli World Record: ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ હારી ચૂકી છે. હવે તમામ લોકો છેલ્લી ટેસ્ટ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેમાં ભારતીય ટીમ ક્લીન સ્વીપથી બચવા ના પ્રયાસ સાથે મેદાનમાં ઉતરશે. હા કેરી દરમિયાન ટીમ ઇન્ડિયાના (Virat Kohli World Record) સ્ટાર પ્લેયર વિરાટ કોહલી અને રોહિત શર્માના નામે એક એક ડખનો રેકોર્ડ નોંધાઈ ગયો છે.
આ બધા વચ્ચે એક ભારતીય ક્રિકેટર એવો પણ છે જેને આપણે આજે યાદ કરવો જ જોઈએ જે ક્યારેય શૂન્ય પર આઉટ થયો નથી. આ ખેલાડીનું નામ કદાચ જ કોઈએ સાંભળ્યું હશે. અત્યાર સુધી માત્ર 11 એવા ખેલાડી છે જે પોતાની કારકિર્દીમાં ક્યારેય પણ ઝીરો પર આવું થયા નથી. આ લિસ્ટમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ છે જેના વિશે આજે તમને જણાવા જઈ રહ્યા છીએ.
જો ઓછામાં ઓછી 20 ટેસ્ટ અને 30 ઇનિંગ્સને માપદંડ તરીકે રાખીએ તો માત્ર 11 જ ખેલાડી એવા છે જે ક્યારેય શૂન્ય પર આઉટ નથી. અને તે મહાન ખેલાડીનું નામ છે બ્રિજેશ પટેલ. બ્રિજેશ પટેલની કારકિર્દી વિરાટ રોહિત જેટલી મોટી નહોતી. તેણે 1974 થી 1977 સુધી ટીમ ઇન્ડિયા માટે રમ્યા હતા.
21 ટેસ્ટ મેચ રમનાર બ્રિજેશ પટેલે 38 ઈનિંગ્સમાં 29.45 ની એવરેજથી 972 રન બનાવ્યા હતા. તેણે પોતાના કરિયરમાં એક સદી અને પાંચ ફિફ્ટી પણ ફટકારી હતી. તે પોતાની કારકિર્દીમાં ક્યારેય પણ શૂન્ય પર આવું થયા નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App