સોશિયલ મીડિયા પર લગ્ન જીવનમાં પતિ-પત્નીની વચ્ચે નાની-નાની બાબતને લઇ તકરાર થતી હોવાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. આની સાથે જ કેટલીક ઘટનાઓમાં પતિએ નાની એવી બાબતને લઈ પત્નીની હત્યા કરી નાંખી હોવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે.
આવી જ એક ઘટના સૌરાષ્ટ્રમાં આવેલ વીરપુરમાંથી સામે આવી રહી છે કે, જેમાં દારૂના નશામાં ધુત પત્નીએ પતિની એક એવી વાત કહી દીધી હતી કે, પતિએ રોષે ભરાઈને પત્નીના માથામાં બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરી નાંખવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળની તપાસ કરીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈને હત્યા કરનાર પતિની ધરપકડ કરીને તેની સામે હત્યાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળી રહેલ જાણકારી મુજબ રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલ મેવાસા ગામમાં ભીખુ ત્રીપાસીયા નામનો વ્યક્તિ પરિવારની સાથે રહે છે. ભીખુ ત્રીપાસીયાએ તેના ખેતરે કામ કરવા માટે મધ્યપ્રદેશથી આવેલ એક મજૂર તથા તેની પત્નીને રાખવામાં આવ્યા હતા.
આ મજૂર પતિ-પત્ની ભીખુ ત્રીપાસીયાની વાડીમાં જ રહેતા હતા. મજૂરનું રામ રામસિંહ હતું. કુલ 2 દિવસ અગાઉ ભીખુ ત્રીપાસીયા તેમના ખેતરે ગયા હતા. આ સમયે રામસિંહ ખેતરમાં ઉભો હતો તેમજ તેની પત્ની ધાણામાં પડી હતી. તેથી ખેતર માલિકે રામસિંહને પત્નીને શું થયું તે બાબતે પૂછ્યું હતું.
જેથી રામસિંહે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત ખેતરના માલિકની સામે જ કરી હતી. તેથી ખેતર માલિક ભીખુ ત્રીપાસીયાએ સમગ્ર મામલે વીરપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળની પ્રાથમિક તપાસ કરીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈને સમગ્ર રામસિંહની પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસની પૂછપરછમાં કહ્યું હતુ કે, પત્ની દારુના નશામાં ધુત હતી ત્યારે રામસિંહે પત્નીને જમવાનું બનાવવાનું જણાવ્યું હતું. જેથી પત્નીએ જમવાનું બનાવવાની ના કહીને પતિને જવાબ આપ્યો હતો કે, ભૂખ લાગી હોય તો હાથે બનાવી લો. પત્નીની આ વાત સાંભળીને રામસિંહ રોષે ભરાયો હોવાંથી પત્નીની સાથે મારામારી કરવા લાગ્યો હતો.
ત્યારપછી એક લાકડી લઇને પત્નીને માથાના ભાગે માર મારતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારપછી તે પત્નીના મૃતદેહની પાસે ઉભો રહ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા રામસિંહની ધરપડક કરી લેવામાં આવી છે તથા તેની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle