હાલમાં જયારે ભગવાન શિવનો પ્રિય એટલે કે, શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેમજ તહેવારોની સીઝન શરુ થઇ ગઈ છે. હવે રજાઓ પણ ખુબ આવશે જેથી લોકો રજાઓમાં ઘરે રહેવાની જગ્યાએ ફરવા જવાનું પસંદ કરતા હોય છે. આજે ચાલો જાણીએ ગુજરાતનાં ગીર નેશનલ પાર્ક વિશે, કે જેથી હવેની રજાઓમાં તમે અહીં ફરવા જવાનો પ્લાન બનાવી શકો.
જો કે, આ પાર્ક ઓક્ટોબરથી લઈને જૂન માસ સુધી જ ખુલ્લું રહે છે એટલે કે, જો તમે અત્યારથી જ પ્લાન બનાવશો તો તમે ઓક્ટોબરની રજાઓમાં ગીર નેશનલ પાર્કની મુલાકાત લેવા માટે જઈ શકશો. ગીર સમગ્ર દેશનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે.
રાજ્ય સરકાર દ્વારા ગીર ટુરિઝમને વિકસાવી દેવામાં આવ્યું છે. જેને લીધે ગીરમાં આવતા વિદેશ સહેલાણીઓની સંખ્યામાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે. પ્રવાસીઓને આકર્ષવા માટે નેશનલ પાર્ક દ્વારા પેકેજ પણ જાહેર કરવામાં આવે છે.
જેમાં ગીર ફન ટુર, જીપ સફારી, સાસણ ગીર હોલિડે ટુર તથા સાસણગીર વિકેન્ડ ટુર જેવા પેકેજ હોય છે. ગીરમાં જીપ સફારી સૌથી મોટું આકર્ષણ છે કે, જેમાં એક જીપમાં 6 લોકોને લઈ જવાનો ચાર્જ 5,300 રૂપિયા રાખવામાં આવતો હોય છે. ગીર નેશનલ પાર્ક જંગલમાં એશિયાઇ સિંહને જોવા મળતા હોવાથી મુલાકાતીઓન આકર્ષાય છે.
કારણ કે, વિશ્વમાં એકમાત્ર એવી જગ્યા છે કે, જ્યાં આ સિંહ મળી આવે છે. પાર્કનું મુખ્ય ઝોન, જે અંદાજે 260 ચોરસ કિમી સુધી લંબાયેલું છે. વર્ષ 1975માં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરી દેવામાં આવ્યું હતું. ગીર જંગલવાળા ડુંગરાળ પ્રદેશમાં શિયાળ, ચિત્તા, કાળિયાર તેમજ હરણ રહે છે. આની સાથે જ નિવાસી પક્ષીઓની 300 પ્રજાતિઓ પણ છે.
કેવી રીતે પહોંચશો?
મુસાફરો માટે ગીર નેશનલ પાર્ક પહોંચવું ખુબ સહેલું છે. ગીર નેશનલ પાર્ક રાજ્યના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલું છે. અમદાવાદથી 360 કિમી, જુનાગઢથી 65 કિમી તેમજ વેરાવળથી 40 કિમી દૂર આવેલ છે. ગીરથી સૌથી પાસેનું રેલવે સ્ટેશન જુનાગઢ છે કે, જ્યાંથી રાજ્યના મોટાભાગના શહેરોની સાથે કનેક્ટેડ ટ્રેન મળી જાય છે.
આની ઉપરાંત રાજકોટ, સોમનાથ, દીવથી પણ ગીર પહોંચવું ખુબ સરળ છે. આની સાથે જ સૌથી પાસેનું એરપોર્ટ અમદાવાદ છે. આની ઉપરાંત તમે પોતાનું વાહન લઈને પણ અહીં જઈ શકો છો. જો કે, ગીર નેશનલ પાર્ક મધ્ય ઓક્ટોબરથી મધ્ય જૂન સુધી ખુલ્લું રહે છે. ઉદ્યાનમાં 3 કલાક ગીર જંગલ ટ્રેઇલ જીપ સફારી કરાવવામાં આવે છે. જે સવારમાં 6.30 વાગ્યે, 9.00 વાગ્યે અને 3 વાગ્યે શરૂ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.