UPACની પરીક્ષા એ એક મુશ્કેલ પરીક્ષા છે.જેને પસાર કરવા માટે, દિવસ-રાત એક કરીને વાંચવું પડે છે. આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેણે 9 માં પ્રયાસમાં UPACની પરીક્ષા પાસ કરી હતી. આવા લોકો તે ઉમેદવારો માટે ઉદાહરણ છે કે જે UPACની પરીક્ષામાં નિષ્ફળ થયા પછી પાસ થવાની આશા છોડી દે છે. ચાલો તેમના વિશે જાણીએ.આ વ્યક્તિનું નામ ડી.બાલા નાગેન્દ્રન છે,જે જન્મથી જ અંધ છે. તેણે 2019 માં UPACની પરીક્ષા પાસ કરી હતી. આ પરીક્ષામાં પાસ થવું એ તેમના માટે સહેલું નહોતું.
ડી. બાલા નાગેન્દ્રન હવે UPAC IAS અધિકારી છે. તે નાનપણથી જ IAS બનવાનું સ્વપ્ન જોતો હતો. તેમણે ‘UPAC સિવિલ સર્વિસીઝ 2019’ ની પરીક્ષામાં 659 મા ક્રમ પ્રાપ્ત કરીને પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. જણાવી દઇએ કે, તેણે તામિલ ભાષામાં દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તથા ત્યારબાદ તેણે અંગ્રેજી ભાષા શીખવાનો પ્રયત્ન શરુ કર્યો હતો.
જ્યારે પરિક્ષામાં સતત ચાર વખત નિષ્ફળ ત્યારે:
ડી.બાલા નાગેન્દ્રન સતત ચાર વખત યુપીએસસીની પરીક્ષામાં નિષ્ફળ થયા હતા. પરંતુ તેમણે હિંમત હારી નહીં. જણાવી દઈએ કે, તેણે વર્ષ 2011 માં UPAC પરીક્ષાની તૈયારી કરી હતી. પરંતુ તે સમયે તેને તમામ પુસ્તકોનું બ્રેઇલ ભાષામાં રૂપાંતર કરવામાં થોડી મુશ્કેલી પડી હતી.તેઓં પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગયા. જે બાદ તેણે વધુ ત્રણ વખત UPACની પરીક્ષા આપી, પણ તેમાં પણ તેઓ નિષ્ફળ ગયા હતા.
તેમને ઘણી વખત નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં એક સામાન્ય માણસ હારી જાય,પરંતુ ડી બાલા નાગેન્દ્રન એ પોતાની હારને મજબૂત કરી અને પાંચમા પ્રયાસ માટેની તૈયારી શરૂ કરી હતી. તેણે પોતાનો આત્મવિશ્વાસ નબળો થવા દીધો નહીં. ડી.બાલા નાગેન્દ્રન તેના લક્ષ્ય પ્રત્યે એટલા મહત્વાકાંક્ષી હતા કે તેણે હાર શબ્દ તેના શબ્દકોશમાંથી કાઢી નાખ્યો હતો. તે સાચું છે કે તે આંધળો છે, પરંતુ 31 વર્ષીય ડી.બાલા નાગેદ્રેન કહે છે કે,”મેં તેને ક્યારેય અવરોધ માન્યો જ નથી,કેમ કે મારો જન્મ જ એજ રીતે થયો હતો”.
જ્યારે ગ્રુપ-A સેવાઓની પસંદગી થઈ:
ડી.બાલા નાગેન્દ્રને સતત ચાર વખત નિષ્ફળ થયા પછી પ્રથમ વખત UPAC પરીક્ષા પાસ કરી. તેણે 927 મા રેન્ક મેળવ્યો અને ગ્રુપ-એ સેવાઓ માટે પસંદ કરવામાં આવ્યો. પરંતુ તે તેમાં જોડાયો ન હતો. બાલા નાગેન્દ્રન એ નિર્ણય લીધો કે તેનું ધ્યાન ફક્ત ભારતીય વહીવટી સેવાઓ (IAS) હતું. જે પછી તેણે વર્ષ 2017 માં ફરીથી UPAC ની પરીક્ષા આપી અને 1 માર્ક્સથી તેઓં પોતાનું લક્ષ્ય ચૂકી ગયા. ત્યારબાદ તેઓં સાતમા-આઠમા પ્રયાસમાં પણ નિષ્ફળ ગયા હતા.
9 માં પ્રયાસમાં બનેલા IAS:
ડી બાલા નાગેન્દ્રને 9 માં પ્રયાસમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી. તેણે વર્ષ 2019 માં UPACની પરીક્ષા પાસ કરી હતી. તેમણે એક ઈન્ટરવ્યામાં કહ્યું હતું કે, “મને વિશ્વાસ હતો કે, પ્રગતિ મારા પગલાને ચુંબન કરશે. તેથી જ મેં 9 મા પ્રયાસમાં એક પણ દિવસ માટે હર માની ન હતી.”મેં ઘણા પ્રયત્નોમાં ભૂલો કરી હતી, પરંતુ દરેક પ્રયત્નોથી હું મારી ભૂલો સુધારતો રહ્યો છું. “9 વર્ષની સખત મહેનત બાદ તેણે UPAC સિવિલ સર્વિસિઝ 2019 ની પરીક્ષામાં 659 મા રેન્ક મેળવ્યો છે. પરિણામ 6 ઓગ્સ્ટ 2020 ના રોજ જાહેર થયું હતું.
જ્યારે તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડી.બાલા નાગેન્દ્રને કહ્યું કે,“હું આ પરીક્ષા માટે વર્ષ 2011 થી પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આ પરીક્ષા 2017 માં માત્ર એક માર્કસથી નિષ્ફળ રહ્યો, એક કડવું સત્ય છે.” તેના પરિવારમાં પ્રથમ ગ્રેજ્યુએશનની ડીગ્રી લીધેલા ડી.બાલા નાગેન્દ્રને કહ્યું કે,“તેમણે હંમેશાં શિક્ષણને પ્રાથમિકતા આપી છે. કદાચ તેથી જ મને નવ વર્ષ લાગ્યાં. તથા જો મારા કુટુંબના અન્ય લોકો UPACની પરીક્ષા આપવા માંગે છે, તો હું તેમની મદદ કરવા તૈયાર છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle