સમગ્ર દેશમાં ટેલીકોમ કંપની VI નાં લાખો ગ્રાહકો રહેલાં છે ત્યારે હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવ્યા છે. Vodafone Idea એ Weekend Data Rollover બેનિફિટ્સને આગળ વધારવામાં માટે જઈ રહ્યાં છે. Vi એ પાછલા વર્ષે ઓક્ટોબર મહિનામાં વીકેન્ડ ડેટા રોલઓવર બેનિફિટ્સની શરૂઆત કરી હતી.
જેમાં ઓટોમેટિકલી સોમવારથી શુક્રવાર સુધી વીકડેઝ પર ઉપયોગ ન થનાર ડેટાને એકત્ર કરવામાં આવે છે. ત્યારબાદ આ ડેટાને યૂઝર્સ માટે વીકેન્ડ પર એટલે કે, શનિવાર તથા રવિવારે ઉપયોગ કરવા માટે ટ્રાન્સફર કરવામાં આવે છે. સ્પષ્ટ શબ્દોમાં જણાવીએ તો જો યૂઝર પોતાના પ્લાનમાં દનિયમિત મળતા ડેટાનો સોમવારથી શુક્રવાર સુધી ઉપયોગ ન કરે તો તેને શનિવાર તથા રવિવારે પાછલા દિવસોનો બચેલો ડેટા ઉપયોગ કરવા માટે મળી શકે છે.
વીકેન્ડ ડેટા રોલઓવર બેનિફિટને કંપનીએ કોઈપણ વધારાના ચાર્જ વિના યૂઝર્સો માટે શરૂઆત કરવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો આ યોજનાનો ફાયદો કોણ લઈ શકે છે તો આ તે પ્રીપેડ ગ્રાહકોને ફાયદો મળશે કે, જેઓ 249 રૂપિયાથી વધુનો અનલિમિટેડ પ્લાન કરાવી રહ્યાં છે.
કઈ રીતે કરશો ચેક ?
જો યૂઝરે રોલઓવર ડેટા અમાઉન્ટને ચેક કરવું હોય તો તેની માટે Viની મોબાઇલ એપ્લીકેશનનાં એક્ટિવ પેક તથા સર્વિસ સેક્શનમાં જઈ શકો છો. આની સિવાય યૂઝર્સ બાકી ડેટાને SSD કોડ * 199 # દ્વારા પણ ચેક કરી શકો છે. વીકેન્ડ રોલઓવર ડેટાનો લાભ ઉઠાવવા માટે યૂઝર્સે માત્ર 249 રૂપિયા, 297 રૂપિયા, 299 રૂપિયા, 399 રૂપિયા, 599 રૂપિયા, 299 રૂપિયા, 449 રૂપિયા, 699 રૂપિયામાંથી કોઈપણ રિચાર્જ ફરજીયાતપણે કરાવવું પડશે.
આગળ વધારવામાં આવ્યો પ્લાનઃ
વોડાફોન આઇડિયાની સાઇટ પર ડેટા રોલઓવર TnC પ્રમાણે Vi ની આ પ્રમોશનલ ઓફર યૂઝર્સ માટે 17 એપ્રિલ વર્ષ 2021 સુધી યથાવત રહેશે. ગ્રાહકોની માટે આ એક પ્રમોશનલ ઓફર છે કે, જે 19 ઓક્ટોબર વર્ષ 2020થી લઈને 17 એપ્રિલ વર્ષ 2021 સુધી લાગૂ રાખવામાં આવશે.
ડબલ-ડેટા પ્રીપેડ પ્લાન વાળાને પણ થશે ફાયદોઃ
જો કોઈ વોડાફોન આઇડિયા યૂઝર્સે ડબલ-ડેટા પ્રીપેડ પ્લાન લીધો હોય તો તે પણ રોલઓવર બેનિફિટનો ફાયદો થઈ શકે છે. જો કોઈ યૂઝરની પાસે ડેટા જમા છે તેમજ તેનો પ્લાન પૂર્ણ થવામાં હોય તો એવા સમયમાં યૂઝર્સે વિલંબ કર્યા વિના પ્લાન પૂર્ણ થયા પહેલા રિચાર્જ કરાવવું પડશે. જો રિચાર્જ કરાવવામાં મોડુ કર્યું તો જમા ડેટા પૂર્ણ થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle