ખરીદી કરવાં ગયેલ મહિલાને ‘આંટી’ કહેવું યુવતીને પડ્યું ભારે, મારી મારીને એવાં હાલ કર્ય કે… -જુઓ વિડીયો  

સોશિયલ મીડિયામાં ઘણીવાર વિડીયો સામે આવતા રહેતાં હોય છે. એમાંથી કેટલાંક વિડીયો આશ્આવર્યચકિત કરી દે એવાં હોય છે. જયારે કેટલાંક મારામારીના વિડીયો સામે આવતા હોય છે. હાલમાં પણ આવો જ એક વિડીયો સામે આવી રહ્યો છે. બુધવારનાં રોજ 4 નવેમ્બરનાં મહિલાઓ કરવા ચોથનું વ્રત કરશે.

આ દિવસને ખાસ બનાવવા માટે તે બજારમાં ખરીદી કરવા માટે નીકળી રહી છે. આ દરમિયાન ઉત્તરપ્રદેશમાં આવેલ એટા શહેરમાં કંઇક એવુ જોવા મળ્યું કે, જેને તમામ લોકોના હોશ ઉડાવી દીધાં હતાં. હકીકતમાં તો બજારમાં યુવતીએ મહિલાને આંટી કહી તો એના પર બંને વચ્ચે જબરદસ્ત હોબાળો થયો.

મળી રહેલ જાણકારી મુજબ કરવા ચોથની ખરીદી કરવા માટે ગયેલ એક મહિલાએ યુવતીને માર મર્યો હતો. યુવતીની ભૂલ બસ એટલી જ હતી કે, એણે મહિલાને ‘આંટી’ કહી દીધી હતી. બસ આટલુ સાંભળતાની સાથે જ મહિલા ભડકી ઉઠી તેમજ એણે યુવતીને વાળ પકડીને મારવાનું શરૂ કરી દીધું હતું.

ત્યારબાદ ઘટનાસ્થળ પર પોલીસ પહોંચીને મહિલાને શાંત પાડી હતી. સોમવારે મોડી સાંજે એક દુકાન પર ખરીદી કરવા માટે કેટલીક મહિલાઓ ઉભી હતી ત્યારે જ એક યુવતીએ મહિલાને આંટી કહીને સંબોધિત કરી હતી. આંટી સાંભળતાની સાથે જ મહિલા તે યુવતીની સાથે લડી પડી હતી તેમજ મામલો એટલો વણસી ગયો હતો કે, બંનેની વચ્ચે મારામારી થવા લાગી. ત્યારબાદ પોલીસે ત્યાં આવીને મામલો સંભાળી લીધો હતો. આપને જણાવી દઇએ કે, કરવા ચોથના ખાસ પ્રસંગે માર્કેટમાં કરવાચોથની પૂજાની સામગ્રી વેચાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *