પી.પી.સવાણી ગ્રુપના મોભી વલ્લભભાઈ સવાણીના 73મા જન્મદિવસે વહી સેવાની સરવાણીઓ – ધામધૂમપૂર્વક ઉજવાયો “જન્મદાતા પૂજન” સમારોહ

જેમને હૈયે સદાય માનવતાનું હિત વસ્યુ છે અને સદાય નાત, જાત અને ધર્મના ભેદભાવો વિના માનવતાનું કાર્ય કરે છે.એવા કોઠાસૂઝવાળા, સાદગીથી જીવનારા, થોડું બોલવું અને ઝાઝું કામ કરવું એ જેમનો જીવનમંત્ર છે એવા પી.પી. સવાણી પરીવારના માર્ગદર્શક અને સામાજિક ક્રાંતિના પ્રણેતા વલ્લભભાઈ.પી.સવાણી( બાપુજી )ના 73માં જન્મદિનના અવસરને રવિવારે અબરામા સ્થિત પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ પર” જન્મદાતા પૂજન ” રૂપમાં મનાવવામાં આવ્યો હતો.આ સમારોહમાં વિવિધ રાજકીય, સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

દરેક ધર્મમાં જન્મ આપનાર માતા-પિતાના પૂજનનું વિશેષ મહત્વ આંકવામાં આવ્યું છે. ત્યારે,હિન્દૂ ધર્મમાં તો “માતૃદેવો ભવ” અને “પિતૃ દેવો ભવ” એટલે કે માતાને અને પિતાને દેવતુલ્ય સમાન મહત્વ આપવામાં આવ્યું છે.એજ રીતે હિન્દૂ ધર્મમાં પ્રત્યેક વ્યક્તિને જીવનમાં એક વાર ચાર ધામની યાત્રા કરવાની ઈચ્છા હોય છે.પરંતુ, જો તે યાત્રા ન કરી શકે અને પોતાના જન્મદાતાનું પૂજન કરે તો તે ચાર ધામની યાત્રાના પુણ્ય બરાબર જ છે.આથી, સવાણી પરીવારએ પરીવારના મોભી વલ્લભભાઈ.પી.સવાણી( બાપુજી )નું પૂજન કરીને “ચારધામની જાત્રા એટલે જન્મદાતાનું પૂજન” એ ઉક્તિને સાર્થક કરી હતી.આ સમારોહમાં 1000 વિદ્યાર્થીઓ દ્વારા પોતાના જન્મદાતા એવા માતા-પિતાનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેક કાપીને પણ બાપુજીના જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય બાદ રેડિએન્ટ ઈંગ્લીશ એકેડમીના બાળકો દ્વારા વિઘ્નહર્તાની પ્રાર્થના સાથે સુંદર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.સવાણી પરીવારની ત્રીજી પેઢીના નવયુવાન એવા મોહિત સવાણીએ ઉપસ્થિત સૌ કોઈને અંતરના ઉમળકાથી આવકાર્યા હતા.તેમજ બાપુજી અને મહેશભાઈ સવાણીના સેવાકીય કાર્યોની પરંપરાને આગળ ધપાવવાનો દ્રઢ નીર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.

આ સમારોહમાં ઉપસ્થિત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ,રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી,રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયા,રાજ્યકક્ષાના કૃષિ અને ઉર્જા મંત્રી મુકેશભાઈ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, ભાજપના વિવિધ પદાધિકરીઓ તેમજ વિવિધ ક્ષેત્રના રાજકીય, સામાજિક ક્ષેત્રના અગ્રણીઓનું સવાણી પરીવાર દ્વારા પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેંટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સવાણી પરિવારના મોભી અને મૂક સેવક વલ્લભભાઈ.પી.સવાણી(બાપુજી)ના અત્યાર સુધીની સામાજિક સેવાઓને ડોક્યુમેન્ટ્રીના સ્વરૂપમાં લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી.

“જન્મદાતા પૂજન” સમારોહમાં ઉપસ્થિત રહેલા રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે પૂ.બાપુજી શ્રી વલ્લભભાઈ સવાણીની સમાજસેવા તથા જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટેની તેમણે કરેલી ચિંતાને બિરદાવી હતી.આ વિશિષ્ટ જન્મદિનની ઉજવણી એ અર્થમાં વિશેષ છે કે, બાળકોએ પોતાના માતા-પિતાનું પૂજન કરીને આ જન્મદિવસ ઉજવ્યો છે.બાળકો દ્વારા તેમના માતા-પિતાને 50,000 પત્રો લખીને પોતાના માતૃદેવ-પિતૃદેવ પ્રત્યે એક અહોભાવ -ભાવના પ્રગટાવીને એક અનોખો પ્રયાસ કર્યો છે.તે ધન્યવાદને પાત્ર છે.શ્રી વલ્લભભાઈ સવાણીએ સમાજસેવાને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો છે તે વંદનીય છે.સુરતને જ પોતાની કર્મભૂમિ બનાવીને અનોખી સમાજસેવાની સુગંધ શ્રી વલ્લભભાઈ સવાણી તથા શ્રી મહેશભાઈ સવાણીએ પ્રસરાવી છે.

આ પ્રસંગે મંત્રી સંઘવીએ કોરોનાકાળ દરમિયાન પી.પી.સવાણી ગ્રુપ ,સુરત શહેરના નાગરિકો વિવિધ સમાજસેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સેવાઓને બિરદાવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યકક્ષાના રેલવે અને ટેક્સ્ટાઇલ મંત્રી દર્શાનબેન જરદોશ તેમજ હરેકૃષ્ણ ગ્રુપના મોભી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ લેખક જય વસાવડા તેમની વ્યસ્તતા ના કારણે ઉપસ્થિત રહી શકયા ન હતા પરંતુ, તેઓએ શુભેચ્છા સંદેશ દ્વારા બાપુજીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે, વર્ષોથી બાપુજીનું જીવન આપણે માટે પ્રેરણાદાયી રહ્યું છે.સુરતમાં ઘણા લોકો એક પણ પૈસા વિના આવ્યા છે.તેઓનું જીવન દરેક યુવાનો માટે પ્રેરણારૂપ છે અને પરિશ્રમ જ જીવનનો મંત્ર છે તેની સતત પ્રેરણા તેમણે આપી છે.તેમની સાદગી જીવનમાં ઉતારવા જેવી છે.તેમની વિશેષતા એ છે કે તેઓ નાનામાં નાના માણસને ત્યાં સારા-નરસા પ્રસંગે અચૂક ઉપસ્થિત રહે છે.આ પરંપરા તેમણે જાળવી રાખી છે.સવાણી પરીવાર માટે જ નહીં પરંતુ દરેક સમાજ માટે તેમની સેવા પ્રેરણાદાયી રહી છે.તેમણે તેમના પરીવારને સંસ્કારોનું સિંચન કર્યું છે.શ્રી મહેશભાઈ સવાણીની સમાજ સેવા વંદનીય છે આ પ્રસંગે હું બાપુજીને વંદન કરું છું અને રાજ્ય સરકાર વતી પણ હું તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

આ પ્રસંગે ઉપસ્થિત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને આ સમારોહના અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, શ્રી વલ્લભભાઈ સવાણીએ તેમના જીવનમાં જે સેવા કરી છે તે વંદનીય છે.બાળકોના મનમાં માતા-પિતાની વંદના એ સમાજ માટે એક નવો રાહ છે.જે એક સામાજિક ક્રાંતિનો વિચાર છે.શાળાઓ દ્વારા સંસ્કાર સાથે શિક્ષણ આપવાનો પ્રયાસ ધન્યવાદને પાત્ર છે.તેમણે 45000 બાળકોને શિક્ષણ આપીને એક વિશાળ તક પુરી પાડી છે.જે હું માનું છું ત્યાં સુધી સમગ્ર દેશમાં એક રેકોર્ડ અને આપણા સૌ માટે ગૌરવરૂપ ઘટના છે. તેમનું જીવન સાદગીભર્યું છે તે તેમની આગવી ઓળખ છે સેવાને પોતાનો જીવન મંત્ર બનાવીને તેઓ અનેક ગરીબ પરીવારને મદદરૂપ થયા છે.પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવી જીવનભર દરેક દીકરીઓની ચિંતા કરે છે તેવા મહેશભાઈ સવાણી અભિનંદનને પાત્ર છે.વલ્લ્ભભાઇ 100 વર્ષનું દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવું છું.

આ સમગ્ર સમારોહના શિલ્પી એવા મહેશભાઈ સવાણીએ તેમના પિતા વલ્લભભાઈ સવાણીની કાર્યશેલી, જીવનપદ્ધતિ વિષે વિસ્તૃત સ્વરૂપમાં તેમની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના પિતાજીના 63માં જન્મદિને પિતાવિહોણા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી હતી.સાદગીભર્યા જીવનની પ્રેરણા એમના જીવનમાંથી પ્રાપ્ત થઇ છે.સમાજને કઈ રીતે ઉપયોગી થવું તે અમને ત્રણેય ભાઈઓને અમારા માતા-પિતાએ સમજાવ્યું છે.એકડો અમને અમારા પિતાએ જ ઘૂંટાવ્યો છે.બાળકોને કઈ દિશામાં વાળવો તે વડીલોની ફરજ છે.અહીં,બાળકોએ માં-બાપની પ્રદક્ષિણા કરી જે વંદનીય છે.વેલેન્ટાઈન ડે ને આપણે માતૃ-પિતૃ દિવસ તરીકે ઉજવવો જોઈએ.બાળકને પગે લગાડવા સાથે સાથે ગળે વળગાડી વ્હાલ કરો.ભણતર સાથે ગણતર પણ ખુબ જ જરૂરી છે. બાળકને સહન શક્તિ વાળો બનાવવો જોઈએ અને જિંદગી જીવવા માટેની જરૂરિયાત પણ સમજાવવી જોઈએ .

મહેશભાઈ સવાણીએ તેમના ઉદ્ઘબોધનમાં અનેકવિધ વિષયોને આવરી લીધા હતા.સમાજની સાંપ્રત પરિસ્થિતિ અને આવા સમયે શિક્ષણ અને સંસ્કારની જરૂરિયાત વિષે તેમણે વિસ્તૃતરૂપે ઉપસ્થિત લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કર્યા હતા. પી.પી.સવાણી યુનિવર્સીટી દ્વારા યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા આફ્રિકાના 10 દેશોના 73 વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે 3,52,000 અમેરિકન ડોલર એટલે કે, 2.54 કરોડની શિષ્યવૃતિ આપવામાં આવી. પી.પી.સવાણી યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓંના સુખમય જીવન માટે વિવિધ 73 ઇન્ડસ્ટ્રીઝ સાથે પ્લેસમેન્ટ અને ઇન્ટરશીપ માટેના એમઓયુ કરવામાં આવ્યા. જન્મદિન પ્રસંગે આયોજિત રક્તદાન કેમ્પમાં 73 રક્તદાતાઓએ તેમના અમૂલ્ય રક્તનું દાન કર્યું. જન્મદિન પ્રસંગે 73 ઘરોમાં જઇને તબીબોએ તેમના પરીવારજનોનું નિ :શુલ્ક હેલ્થ ચેક અપ કરવામાં આવ્યું. પી.પી.સવાણી પરીવારની વિવિધ શાળાઓ-કોલેજ તેમજ અન્ય ઓફિસમાં કાર્ય કરતા 83 પ્યુન મિત્રોને 11000 રૂપિયા પુરસ્કાર રૂપે  ભેટ  આપવામા આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *