સામાન્ય જનતા માટે કમરતોડ મોંઘવારી: ભડકે બળ્યા લીંબુના ભાવ -ભાવવધારો જાણીને ખાવાનું ગળે નહિ ઉતરે

Lemon Price Hike: ધીમે ધીમે ગરમીની શરૂઆત થતા જ લીંબુના ભાવમાં વધારો થયો છે.હજી તો માર્ચ મહિનાની શરૂઆત છે ત્યારે જ 80 રૂપિયાના ભાવે મળતા લીંબુ 160 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. માર્ચ મહિનામાં જ લીંબુના ભાવે દાળની ખટાસ ઓછી કરી દીધી છે. ગૃહણીઓને હવે એ ચિંતા સતાવી રહી છે કે આગામી સમયમાં જ્યારે કાળઝાળ ગરમી પડશે ત્યારે લીંબુના ભાવમાં(Lemon Price Hike) પણ ગરમાવો જોવા મળશે.

40રૂપિયા કિલો મળતા લીબું 180ના કિલો થઈ ગયા
શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે અને ત્યારે જ લીંબુના ભાવે ડબલ સદીના આરે છે. રિટેઇલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 180 રૂપિયા છે. હજુ થોડાં સમય પહેલાં જ લીંબુ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. ત્યારે રમજાનનો તહેવાર પહેલા જ 180 રૂપિયાએ ભાવ પહોંચતા લોકોને વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે.

ગરમી વધતાં લીંબુના ભાવ આસમાનને આંબશે
વેપારીઓના જણાવ્યા મુજબ લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે. રમઝાનના તહેવારમાં લીંબુ અને ફુટનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે. પરંતુ આ વર્ષે લીંબુયુક્ત ઠંડા પીણાંનો આગ્રહ મોંઘો પડશે તેમ લાગી રહ્યું છે. કારણ કે, ઉનાળા પહેલા જ સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી થતા એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે.લીંબુના વેપારીઓનું કહેવું છે કે, હાલ લીંબુના ભાવ વધ્યા છે. કારણ કે, લીંબુની આવક સામે માગ વધી રહી છે. તેને કારણે ભાવ વધારો થયો છે. બીજી તરફ ફુટના ભાવોમાં વધારો થયો છે. લીલા શાકભાજીની આવક ઘટતા ભાવોમાં રૂ.5 થી 20 સુધીનો વધારો થયો છે. ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના ભાવોમાં કિલોએ રૂ.5 થી 20 સુધીનો વધારો થયો છે.

ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ​​​​​​​
લીંબુના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મળતી વિગતો અનુસાર રિટેલ માર્કેટમાં લીંબુ 200 રૂ. કિલોના ભાવે વેચાય છે. ઉલ્લેખનીય છે કે ગરમીમાં લોકો લીંબુનો સૌથી વધુ ઉપયોગ કરતાં હોય છે. જેને પગલે લીંબુના ભાવ ઘટે તેવી ગ્રાહકોએ માંગ કરી છે.

ગત વર્ષે લીંબુએ રેકોર્ડ તોડ્યા હતા
ઉનાળામાં ગરમીથી બચવા માટે લીંબુનો વધારે પડતો ઉપયોગ થાય છે. લોકો લીંબુ શરબત, સોડા વગેરેનો વધારે આગ્રહ રાખતા હોય છે. ઉનાળાની શરૂઆતમાં રોજિંદા ઉપયોગમાં આવતા લીંબુના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષે લીંબુના ભાવમાં તેજીના કારણે નવા નવા રેકોર્ડ સર્જયા છે. ત્યારે આવર્ષે ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ રૂપિયા 200ને વટાવી ગયા છે.

શાકભાજીના ભાવ પણ વધ્યા
લીંબુની સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. એટલું જ નહીં ગવાર, ચોળી, ટિંડોળા, ભીંડાના ભાવ રૂ.100ને પાર સુધી પહોંચી શકે છે. તેમજ ગરમીમાં અન્ય શાકભાજીના ભાવમાં પણ આગામી સમયમાં હજુ વધારો જોવા મળી શકે છે. જેના કારણે લોકોને વધુ મોંઘવારીનો માર પડી શકે છે.